સુરત.
સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ-અલગ ટીમ બનાવીને વિવિધ જગ્યાએથી આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી 4 સંસ્થાના નમૂના ધારા ધોરણ મુજબ માલૂમ પડ્યા નથી. જેને લઈને એડજ્યુડીકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવનાર છે.
હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ત્રાહિમામ ગરમીથી કંટાળી લોકો ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ખાતા હોય છે. એવામાં સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ-અલગ ટીમ બનાવી અલગ-અલગ જગ્યાએથી આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકીના 4 નમૂના ધારા ધોરણ મુજબ માલૂમ પડ્યા નથી.
આ સંસ્થાના નમૂના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી
1) ખાઉધરા ગલી ખાતે આવેલા હનુમંતે આઈસ્ક્રીમ એન્ડ લિક્વિડ ખાતેથી કાજુ અંજીર આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં મિલ્ક ફેટ અને મિલ્ક પ્રોટીનનું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળેલ છે અને બી આર રીડિંગનું પ્રમાણ જણાવ્યા કરતા વધુ મળેલ છે
2) કતારગામ ફૂલપાડા સ્થિત અંબિકા સોસાયટી નજીક આવેલા અમરદીપ આઈસ્ક્રીમ એન્ડ જ્યુસમાંથી અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં પણ મિલ્ક ફેટનું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું અને બી.આર. રીડિંગનું પ્રમાણ વધુ મળ્યું હતું
(3) ઉધના વિસ્તારમાં દમણવાળા કોમ્પ્લેક્સ નજીક આવેલા બાલાજી આઈસ્ક્રીમ પાર્લરમાંથી વેનિલા આઈસ્ક્રીમના નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પણ મિલ્ક ફેટ અને મિલ્ક પ્રોટીનનું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળ્યું છે અને બી.આર.રીડિંગનું પ્રમાણ જણાવ્યા કરતા વધુ મળ્યા છે
(4) ડીંડોલી કરડવા રોડ પ્રયોશા પ્રાઈમ ખાતે આવેલા ભરકા દેવી આઈસ્ક્રીમમાંથી વેનિલા આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં પણ મિલ્ક ફેટ અને મિલ્ક પ્રોટીનનું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળ્યું છે