Operation Trap: સુરત પોલીસનું 'ઑપરેશન ટ્રેપ', 100 દિવસમાં 7 ઈનામી સહિત 243 આરોપીઓને ઝડપ્યા

ઉતર પ્રદેશથી 1, રાજસ્થાનથી 1, મોરબીથી 1, ભાવનગરથી 2, સુરત શહેરના 2 મળી કૂલ 7 આરોપીઓ પર 2.55 લાખના ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 13 Jun 2026 10:51 PM (IST)Updated: Sat, 13 Jun 2026 10:58 PM (IST)
surat-news-police-operation-trap-held-243-accused-in-100-days
HIGHLIGHTS
  • SOGનું ઑપરેશન રેમ્બોઃ ઘાતક હથિયારો લઈને ફરતા 52 ઈસમો સામે કાર્યવાહી

Surat News: સુરત શહેરમાં ગંભીર ગુનામાં વોન્ટેડ તેમજ નાસતા ફરતા અને પેરોલ ફલો આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત પોલીસે 'ઓપરેશન ટ્રેપ' શરુ કર્યું હતું અને 100 દિવસના આ ખાસ ઓપરેશનમાં પોલીસે 7 ઈનામી સહિત 243 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સુરત શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં મર્ડર,લૂંટ, ધાડ, બળાત્કાર, અપરહણ વિગેરે જેવા ગંભીર ગુના તથા અન્ય ગુનાના લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા 1 માર્ચ થી 10 જૂન, 2026 સુધી સ્પેશ્યલ ઓપરેશન ટ્રેપ [TARGETD RAIDS ON ABSCONDERS & PROLIFIC OFFENDERS] ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ ખાસ ઓપરેશનમાં સુરતના તમામ પોલીસ સ્ટેશન તેમજ ડીસીબી, એસઓજી, પીસીબી, ઝોન એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તેમજ જુના કેસ કાગળોનો પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં અવ્યો હતો.

પોલીસ દ્વારા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે તે રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી તેમજ વેશ પલટો કરી નાસ્તા ફરતા,વોન્ટેડ તેમજ પેરોલ ફલો મળી કુલ 243 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

naidunia_image

સુરત પોલીસે પકડેલા 243 આરોપીઓમાંથી ઉતર પ્રદેશથી 1, રાજસ્થાનથી 1, મોરબીથી 1, ભાવનગરથી 2, સુરત શહેરમાંથી 2 મળી કુલ 7 આરોપીઓ ઇનામી આરોપી હતા, જેમાં પર કુલ મળીને 2.55 લાખના ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા.

સુરત પોલીસના આ ઓપરેશન ટ્રેપ અંતર્ગત ખૂનના ગુનાના 18, ખૂનની કોશિશના 7, ધાડના 2, લૂંટના 12, ખંડણીના 4, આર્મ્સ એક્ટના 1, એનડીપીએસના 23, ગુજ્સીટોકના 1, અપહરણના 7, બળાત્કાર/પોક્સોના 13, દહેજમૃત્યુ 1, ચીટીંગના 75, ચોરીના 27, પ્રોહીબીશનના 12 અને અન્ય 40 આરોપીઓ મળી કુલ 243 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા

SOGનું ઑપરેશન રેમ્બોઃ ઘાતક હથિયારો લઈને ફરતા 52 ઈસમો સામે કાર્યવાહી

સુરત એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા સમગ્ર શહેરમાં એક મોટું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી "ઓપરેશન રેમ્બો-૨" ને સફળતાપૂર્વક અંજામ આપવામાં આવ્યો છે.

આ ખાસ ઓપરેશન અંતર્ગત જાહેરનામાનો ભંગ કરીને ચપ્પુ, રેમ્બોછરા અને ખંજર જેવા ઘાતક હથિયારો લઈને ફરતા 45 ઇસમો, 4 તડીપાર અને 3 નાસતા ફરતા ગુનેગારો મળી કુલ 52 આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.

સુરત શહેરમાં તાજેતરમાં મારામારી, હત્યા, લૂંટ વિગેરે ગંભીર ગુનાઓ નોંધાયેલા હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારનો ડેટા મેળવી તે ડેટાને એનાલિસ કરીને આ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્પેહીય્લ કોમ્બિંગ હાથ ધરવા માટે એસઓજી પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

આ ટીમો દ્વારા શહેરના લીંબાયત, વેસુ, અશ્વિની કુમાર, અડાજણ, વરાછા, ચોકબજાર, અઠવા, રાંદેર,ખટોદરા, મહિધરપુરા, સલાબતપુરા અને સિંગણપોર વિગેરે વિસ્તારમાં આકસ્મિક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ આકસ્મિક ચેકિંગની કામગીરી દરમ્યાન શંકાસ્પદ ઈસમો, અગાઉ ગુનામાં પકડાઈ ચુકેલા ગુનેગારોને ચેક કરવામાં આવ્યા હતા તેમજ ચેકિંગ દરમ્યાન ચપ્પુ, રેમ્બો છરા, ખંજર વિગેરે જેવા પ્રાણઘાતક હથીયારો સાથે કુલ્લે 45 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધ હથીયાર બંધીના જાહેરનામાં ભંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત ચેકિંગ દરમ્યાન ૪ તડીપાર કરેલા ઈસમો મળી આવ્યા હતા જેમના વિરુદ્ધ તડીપાર ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ નાસ્તા ફરતા ૩ આરોપીઓ મળી કુલ ૫૨ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.