OPEN IN APP

Surat News: RTO દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઈ-ઑક્સન થશે

By: Sanket Parekh   |   Thu 02 Feb 2023 10:15 PM (IST)
surat-news-pal-rto-e-auction-for-golden-and-silver-number-86771

Surat News: સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝનાં GJ-05-CW સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા. 7 થી 9 ફેબ્રુઆરી સુધી અને હરાજી તા.9 થી 12 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/ parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.

પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે 60 દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.

આ 60 દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. 60 દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.

અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ ઈ.ચા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, દ્વારા જણાવાયું છે.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.