સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષા હાલ પુરતી મોકૂફ, માતાની ઇચ્છા અને પિતાના વિરોધ વચ્ચે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો

સુરતમાં રહેતા એક પરિવારનો કેસ ફેમીલી કોર્ટમાં પહોચ્યો હતો. જેમાં પત્ની દીકરીને લઈને 7 મહિનાથી પિયર ચાલી ગઇ હતી, માતા દીકરીને દીક્ષા અપાવવા માંગતી હતી જો કે પિતા અપાવવા માગાત ન હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 22 Dec 2025 02:45 PM (IST)Updated: Mon 22 Dec 2025 02:45 PM (IST)
surat-news-initiation-of-7-year-old-girl-postponed-after-family-disagreement-660000

Surat News: સુરતની ફેમીલી કોર્ટમાં એક કેસ પહોચ્યો હતો જેમાં માતાને પોતાની 7 વર્ષની દીકરીને દીક્ષા અપાવવી હતી જો કે પિતા દીક્ષાના વિરુદ્ધમાં હતા આ કેસ કોર્ટમાં પહોચતા હાલ દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

સુરતમાં રહેતા એક પરિવારનો કેસ ફેમીલી કોર્ટમાં પહોચ્યો હતો જેમાં પત્ની દીકરીને લઈને 7 મહિનાથી પિયર ચાલી ગઇ હતી, માતા દીકરીને દીક્ષા અપાવવા માંગતી હતી જો કે પિતા દીકરીને દીક્ષા અપાવવા માંગતા ન હતા. આખરે આ મામલો કોર્ટમાં પહોચતા આજે સુનવણી થઇ હતી અને હાલ પુરતી દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

7 વર્ષની દીકરી માટે પિતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા

વકીલએ જણાવ્યું હતું કે 7 વર્ષની દીકરી માટે પિતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પિતા ઈચ્છતા હતા કે મારી દીકરી દીક્ષા ન લે અને આ જીદ પર માતા પિયર ચાલી ગયી હતી, માતા જબરદસ્તીથી દીકરીને દીક્ષા અપાવવા માંગતી હતી જેથી પિતા નાખુશ થઈને ગુરુજી પાસે વિનંતી કરવા ગયા હતા, પરંતુ તેમ છતાં માતા માનેલી ન હતા અને તેના ભાઈ સાથે જઈને મૂહર્ત પણ લઇ આવી હતી. જેથી નામદાર કોર્ટની અંદર પિતા દ્વારા અરજી કરવામાં આવી હતી અને આજે હિયરીંગ હતું. જેની અંદર કોર્ટે 8 તારીખ સુધી દીક્ષાનો કોઈ પણ પ્રસંગ કરવા દેવામાં નહી આવે.

દલીલો એવી કરવામાં આવી હતી કે દીક્ષા કરવા દેવામાં આવે નહી અને અને જે પિતાને સમજાવવા ગુરુજી ભગવંતોએ સમાધાનની ભૂમિકા ભજવી છે, પરંતુ પિતાએ સંદંતર ના પાડી દીધી હતી અને પિતાએ જણવ્યું હતું કે હું મારી દીકરીને દીક્ષા અપાવવા માંગતો નથી, પરંતુ મોટી થઇ અને તેની ઈચ્છાથી લેશે તો મને કોઈ વાંધો નથી. આગામી 2 તારીખે આ મામલે કોર્ટની અંદર સુનાવણી છે.

અત્યારે દીક્ષા મોકૂફ રાખવામાં આવી છેઃ પિતા

પિતાએ જણાવ્યું હતું કે અત્યારે કોર્ટનો ચુકાદો એવો આવ્યો છે કે અત્યારે દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને આગળની ડેટ આપવામાં આવી છે. બીજી તરફ, માતાએ રજૂ કરેલા ફોટા અંગે તેમણે જણાવ્યું હતું કે અમને અંધારામાં રાખીને આ બધું કરવામાં આવ્યું છે, મારી પત્ની 7 મહિનાથી પિયર ચાલી ગઇ હતી અને અમે ફેમીલી મેટર ત્યાં સોલ્વ કરવા ગયા હતા, પણ અમને અંધારામાં રાખીને પહેલેથી જ ત્યાં બધી તૈયારીઓ હતી, અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે દીક્ષાની આજે ને આજે જ હા પાડો તો જ હું ઘરે આવીશ નહિ તો અમે ઘરે આવીશું નહી. મહારાજ સાહેબ પાસે હું અને મારા પરિવાર 3 થી 4 વખત ગયા હતા અને વિનંતી કરી હતી કે અમારે અત્યારે દીક્ષા અપાવવી નથી મને મારી દીકરી વગર ચાલે એમ નથી, પણ સાહેબે કીધું કે દીક્ષા તો થશે જ.

સીધા કોર્ટનો આશરો લેવો એ ખૂબ જ ખેદજનક બાબતઃ માતા

ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન માતાએ કેટલાક પુરાવા રજૂ કર્યા હતા. જેમાં માતા તરફથી દલીલ કરવામાં આવી હતી કે, 4 ઓક્ટોબર, શનિવારના રોજ જ્યારે આચાર્ય ભગવાન પાસે દીક્ષાની અનુમતિ લેવા માટે બાળકીને લઈ જવામાં આવી હતી, ત્યારે તેના પિતા અને પિતાના પરિવારના તમામ સભ્યો ત્યાં હાજર હતા. માતાએ કોર્ટમાં એવા ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે જેમાં પિતા દીક્ષાની પ્રક્રિયામાં સામેલ જોવા મળી રહ્યા છે. માતાએ જણાવ્યું હતું કે, પિતાને દીક્ષા અંગેની તમામ જાણકારી હતી અને તેમની સહમતીથી જ બધું આગળ વધ્યું હતું. જો પિતાને કોઈ વાંધો હતો તો તેમણે આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની લાગણી વ્યક્ત કરવાની હતી, પરંતુ સીધા કોર્ટનો આશરો લેવો એ ખૂબ જ ખેદજનક બાબત છે.