Surat New Mayor: આજે સુરત શહેરને નવા મેયર (New Mayor) મળી ગયા છે. સુરતના 38મા મેયરના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. દક્ષેશ માવાણી (Dakshesh Mavani) સુરતના મેયર બન્યા છે, આ ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતા આજે મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ડે.મેયર તરીકે નરેન્દ્ર પાટીલ (Narendra Patil), સ્થાયી સમિતિ ચેરમેન તરીકે રાજન પટેલ, શાસક પક્ષ નેતા તરીકે શશીકલા ત્રિપાઠી અને દંડક તરીકે ધર્મેશ વાણીયાવાલાના નામોની જાહેરાત કરવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
