Surat: સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પાંડેસરા વિસ્તારમાંથી 59.55 લાખની કિંમતના 1 કિલો 985 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે આ ઉપરાંત પોલીસે બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે . આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પાંડેસરા એલઆઈજી ગુજરાત હાઉસિંગ આવાસ બિલ્ડીંગ નંબર એલઆઈજી-4૩૨ બી/૨૨૨ ના ધાબા ઉપર જાહેરમાંથી પ્રતિબંધિત હાઈબ્રીડ ગાંજો લઈને આવનાર આદિત્ય ઉર્ફે આદી યોગેન્દ્રસિંગ તથા પીયુષ ઉર્ફે કલ્લુ ઉર્ફે શ્રેયાંસ ગુલાબ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે 59.55 લાખની કિંમતનો 1 કિલો 985 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો,1 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 400 મળી કુલ 59,70,400 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે ડીસીબી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે બંને આરોપીઓના કબ્જામાંથી મળી આવેલા હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા તેમજ કોને વેચાણથી આપવાના હતા તે અંગેની તપાસ ચાલુ છે. પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઈતિહાસ મળી આવ્યો નથી આ મામલે હાલ વધુ તપાસ ચાલુ છે.
