Surat Kosamba Murder Case: સુરત જિલ્લામાં કોસંબા ખાતે સોમવારે ટ્રોલી બેગમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીને દિલ્હી નજીક ફિરોઝાબાદથી ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં કોસંબા ખાતે સોમવારે ટ્રોલી બેગમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની હત્યા બાદ તેના મૃતદેહને બાંધીને ટ્રોલી બેગમાં ભરીને બેગને રોડ કિનારે ફેકી દેવામાં આવી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. યુવતીના હાથ પર ટેટુ પણ મળી આવ્યું હતું. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને મૃતક યુવતીની ઓળખ અને તેની હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
આ ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે, પોલીસે એક આરોપીની દિલ્હી નજીક ફિરોઝાબાદથી ધરપકડ કરી છે, મળતી માહિતી મુજબ આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. મૃતક મહિલા સાથે તેને પ્રેમ સબંધ હતો અને મહિલા તેની સાથે રહેતી હતી અને મહિલાએ લગ્ન માટે દબાણ કરતા તેણીની હત્યા કરવામાં આવી હોવાનું હાલ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ મામલે આજે સાંજ સુધીમાં પોલીસ દ્વારા સતાવાર માહિતી આપવામાં આવશે.
