કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી: પુણા પોલીસ મથક બહાર વીડિયો ઉતારી બુમો પાડી; પુણા પોલીસે નોંધી ફરિયાદ, જુઓ વીડિયો

સુરતમાં કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. પુણા પોલીસ મથક બહાર વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા બાદ રાજુ ભમ્મરની ફરિયાદના આધારે કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે પોલીસે ગુનો નોંધ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 12 Jul 2026 03:46 PM (IST)Updated: Sun, 12 Jul 2026 03:46 PM (IST)
surat-kirti-patel-controversy-pune-police-complaint-video-outside-police-station

Surat News: વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટના લીધે ચર્ચામાં રહેનારી કિર્તી પટેલ અને સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સામે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. કિર્તિ પટેલ પર આરોપ છે કે, એક યુવકની પત્ની અને તેના ભાઈ વિશે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરીને વીડિયો અપલોડ કર્યો છે. તો બીજી તરફ કિર્તિ પટેલે પુણા પોલીસ મથકની બહાર જ બુમબરાડા પાડીને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. હાલ સમગ્ર મામલે પુણા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

યુવકે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી

રાજુભાઈ ભમ્મર નામના યુવકે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદ મુજબ, ગત 5-6-2026ના રોજ મોબાઈલમાં વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ કીર્તિ પટેલ તરીકે આપી હતી અને તેની પત્ની અને ભાઈના અનૈતિક સબંધો હોવાના ખોટા આક્ષેપ કર્યા હતા. ઉપરાંત ફરિયાદીને ધમકી આપી કે, હું તને જોઈ લઈશ અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.

ફરિયાદમાં કીર્તિ પટેલ પર ગંભીર આક્ષેપ

ફરિયાદમાં ઉલ્લેખ પ્રમાણે, કીર્તિ પટેલે ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો મૂક્યો હતો. જેમાં કીર્તિ પટેલ ફરિયાદીના ભાઈ અને પત્ની વિશે અભદ્ર વાતો કરી હતી. ત્યારબાદ કીર્તિ પટેલે અવારનવાર ફરિયાદીની પત્ની અને ભાઈ વિશે ખરાબ ટીપ્પણી કરતી હોવાના વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા હતા. કીર્તિ પટેલે આક્ષેપ મૂક્યો કે, રાજુએ 250 છોકરીઓની જિંદગી બગાડી.

પત્ની અને ભાઈના સંબંધો પર ટીપ્પણી

કીર્તિ પટેલે તેની પત્ની અને તેના ભાઈના ચરિત્ર વિશે ખોટા કથનો કરતો વિડીયો બનાવીએ અપલોડ કર્યો હતો. તેમજ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ કીર્તિ પટેલના બનાવેલો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શેર કર્યો હતો. તેમજ રાજુ નયના બારૈયા સાથે 21 મહિના લિવ-ઈનમાં રહ્યો હતો અને લિવ ઈન કરાર પૂર્ણ કર્યો હતો. જે બાદ નયનાના કહેવાથી કીર્તિ પટેલે રાજુ અને તેના પરિવાર વિશે ખોટા કથનો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

પુણા પોલીસ મથક બહાર કીર્તિએ વીડિયો ઉતાર્યો

બીજી તરફ કીર્તિ પટેલે પુણા પોલીસ મથકની બહાર જ ઉભા ઉભા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વિડીઓ અપલોડ કર્યો છે. આ વીડિયોમાં કીર્તિ પટેલ કહી રહી છે કે, પુણા પોલીસ મથકની બહાર આવીને ઉભી છું. 'પેલો રાજુ પેલા દાતા પોલીસ મથકમાં જાય છે. ખોટી ખંડણીની ફરિયાદ કરવા હવે અહીયાં આવે છે, અહીયાં જ ઉભી છું, ફરિયાદ કરવી હોય તો અહિયાં આવી જા. આવા શબ્દોનો વીડિયોમાં ઉપયોગ કર્યો છે.