સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી ભીષણ આગ, કલાકોની જહેમત છતાં આગ પર મેળવવામાં મુશ્કેલી

સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસ્પોઝલ સાઇટ પર ભીષણ આગ લાગી છે, જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાયું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 01 Nov 2026 12:53 PM (IST)Updated: Sun, 01 Nov 2026 12:53 PM (IST)
surat-khajod-dumping-site-massive-fire-fire-brigade-jcb-operation

Surat Fire Incident: સુરત શહેરના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસ્પોઝલ સાઇટ પર આગ લાગવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. કચરાના વિશાળ જથ્થા વચ્ચે આગ લાગતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

ડિસ્પોઝલ સાઈટમાં આગ લાગી

સુરત શહેરના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસ્પોઝલ સાઇટ પર આગ લાગી છે, હોટફિક્સ સામગ્રી જ્વલનશીલ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. આગની ઊંચી જ્વાળાઓ અને આકાશમાં ફેલાયેલા કાળા ધુમાડાના ગોટેગોટા દૂરના વિસ્તારોમાંથી પણ દેખાઈ રહ્યા હતા. ધુમાડાના કારણે આસપાસના વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવાની સ્થિતિ ઊભી થઈ હતી, જેના પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા જોવા મળી હતી.

ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી

ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર કંટ્રોલ રૂમ દ્વારા 10 ફાયર ફાઇટરોની ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. ફાયર જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા માટે ચારેય તરફથી પાણીનો મારો શરૂ કર્યો હતો.

આગને કાબૂમાં લેવાના પ્રયાસો યથાવત્ત

ફાયર વિભાગની ટીમ દ્વારા કલાકો સુધી કરાયેલી ભારે જહેમત બાદ પણ આગ કાબુમા આવી નથી. અંદરના ભાગમાં આગ ફરી ભડકે છે. જેથી હાલ ફાયરના જવાનો દ્વારા જેસીબીની મદદથી કચરો ફંફોળીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ સાથે કચરાને પણ અલગ કરીને બીજી તરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો.

આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા હવે જેસીબી મશીનની મદદ લેવામાં આવી રહી છે. કચરાના ઢગલાને ખસેડીને અંદર રહેલા સળગતા ભાગો સુધી પાણી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કચરાને અલગ-અલગ કરીને આગના ફેલાવાને અટકાવવા માટે પણ કામગીરી ચાલી રહી છે.