Women's World Cup 2025: વર્લ્ડકપ વિજેતા ટીમને સિલ્વર પ્લેટેડ બેટ અને સ્ટમ્પની ભેટ અપાશે, સુરતના જ્વેલર્સે ખાસ કિટ તૈયાર કરાવી

ભારતીય ટીમ સેમી ફાઈનલ જીતી ત્યારે જ સિલ્વર કિટનો સેટ ખાસ રાજસ્થાનના કારીગરો દ્વારા હેન્ડ મેડ બનાવવાનો શરૂ કરવામાં આવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 03 Nov 2025 09:25 PM (IST)Updated: Mon, 03 Nov 2025 09:25 PM (IST)
surat-jewelers-to-gift-womens-world-cup-2025-winner-team-silver-plated-cricket-kits
HIGHLIGHTS
  • ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાને હરાવી વિશ્વ ચેમ્પિયન બની
  • 340 ગ્રામ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટમ્પનો ખાસ સેટ તૈયાર કરાવ્યો

Women's World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC વુમન્સ ક્રિકેટ વર્લ્ડકપ જીતી એક નવો ઈતિહાસ રચી દીધો છે, ત્યારે સુરત શહેરમાં એક જ્વેલર્સ દંપતીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા માટે ખાસ 340 ગ્રામ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવ્યા છે, જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ભેટમાં અપાશે

ICC વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ચેમ્પિન બન્યું છે. ભારતીય મહિલા ટીમની આ સિદ્ધિની દેશભરમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે સુરત શહેરમાં જવેલર્સ દીપકભાઈ ચોકસીએ 340 ગ્રામ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાવ્યો છે.

રાજસ્થાનના કારીગરો દ્વારા આ સ્ટમ્પ અને બેટ તૈયાર કરવામાં આવ્યા છે. જેની ખાસિયત એ છે કે, આ સંપૂર્ણ હેન્ડ મેડ છે. મશીનરીનો ઉપયોગ કર્યા વિના જ હેન્ડ મેડ દ્વારા આ સિલ્વર પ્લેટેડ ક્રિકેટ બેટ અને સ્ટમ્પનો સેટ તૈયાર કરાયો છે, જે ભારતીય મહિલા ટીમને ભેટમાં આપવામાં આવશે.

આ અંગે જવેલર્સ દીપકભાઈ ચોકસીએ જણાવ્યું કે, ભારતીય ટીમ જયારે સેમી ફાઈનલ જીતી, ત્યારે અમે આ બનાવવાનું શરુ કર્યું હતું. સ્ટમ્પ અને બેટ બનાવ્યા છે, જે અમે ભારતીય ટીમને ગિફ્ટ આપવાના છીએ. જેનું અત્યારે વજન 3318 ગ્રામ છે, એમાં સિલ્વરનું વજન 340 ગ્રામ જેટલું છે. ભારતીય કારીગરીનો આ ઉત્કૃસ્ટ નમુનો છે અને ટોટલી હેન્ડ મેડ છે. અમે ખાસ ભારતીય ટીમને પ્રોત્સાહિત કરવા માટે આ બનાવ્યું છે.