Surat: ગજેરા પરિવારના 'લક્ષ્મી ગ્રુપ' પર ITની રેડ, 150 અધિકારીઓની ફોજ સાથે વિવિધ ઠેકાણે મેગા સર્ચ ઑપરેશન

ગજેરા પરિવાર ઉપરાંત તેમના અન્ય ભાગીદારો પર પણ ગાળિયો કસાયો. અનિલ બગદાણા, તરૂણ ભગત અને પ્રવિણ ભૂતના ઠેકાણે પણ તપાસ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Jan 2026 03:52 PM (IST)Updated: Wed, 28 Jan 2026 03:52 PM (IST)
surat-it-crackdown-officers-search-laxmi-group-premises-over-alleged-tax-evasion
HIGHLIGHTS
  • મોટા પાયે બેનામી વ્યવહારો અને કરચોરી પકડાવાની શક્યતા

Surat: ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના 'લક્ષ્મી ગ્રુપ' પર આજે વહેલી સવારથી આવકવેરા વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગ, શિક્ષણ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલા આ ગ્રુપના રાજ્યભરના વિવિધ સ્થળો પર તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

આ મેગા સર્ચ ઓપરેશનમાં 150થી વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમો જોડાઈ છે. જેમાં ગજેરા પરિવાર ઉપરાંત તેમની સાથે સંકળાયેલા અન્ય ભાગીદારો પર પણ તંત્રએ ગાળિયો કસ્યો છે. જેમાં અનિલ બગદાણા, તરુણ ભગત અને પ્રવિણ ભૂતના ધંધાકીય સ્થળો તથા રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.

લાંબા સમય બાદ રિયલ એસ્ટેટ અને ડાયમંડ સેક્ટરના આટલા મોટા ગજાના ગ્રુપ પર ત્રાટકેલી ઈન્કમ ટેક્સ વિભાગની ટીમોને પગલે સુરતના ઉદ્યોગ જગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને કરચોરી પકડાઈ શકે તેવી શક્યતા છે.

આવકવેરા વિભાગની DDI (ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ ઇન્વેસ્ટિગેશન) વિંગ પાસે આ ગ્રુપના વ્યવહારો અંગે અગાઉથી જ સચોટ માહિતી ઉપલબ્ધ હતી, જેના આધારે હાલ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.