દિવાળીને લઈ સુરત ફાયર વિભાગ એલર્ટ મોડમાં: 27 ફાયર સ્ટેશન પર ખાસ વ્યવસ્થા, 100થી વધુ વાહનો-સાધનો સજ્જ

દિવાળીના તહેવાર દરમિયાન આગની ઘટનાઓમાં તાત્કાલિક કામગીરી કરી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા 100થી વધુ વાહનો અને સાધનોનું સર્વિસિંગ કરાવી તેમને કાર્યરત સ્થિતિમાં રાખવામાં આવ્યાં છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 28 Oct 2026 01:24 PM (IST)Updated: Wed, 28 Oct 2026 01:24 PM (IST)
surat-fire-department-alert-for-diwali-2026-activates-special-arrangements-at-27-stations

Surat News: દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવા જેવી દુર્ઘટનાઓને રોકવા અને ઇમરજન્સીની સ્થિતિમાં ઝડપી મદદ પહોંચાડવા માટે સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ સજ્જ બન્યો છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખના જણાવ્યા અનુસાર, શહેરના તમામ 27 ફાયર સ્ટેશનોને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત કર્મચારીઓની રજા અને સાપ્તાહિક રજાઓ રદ કરીને 12 કલાકની શિફ્ટ પ્રમાણે ડ્યૂટીનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આગની ઘટનામાં ત્વરિત કાર્યવાહી કરી શકાય તે માટે સુરતનું ફાયર વિભાગ એલર્ટ મોડમાં છે. દિવાળીના તહેવાર દરમિયાન આગની ઘટનાઓમાં તાત્કાલિક કામગીરી કરી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા 100થી વધુ વાહનો અને સાધનોનું સર્વિસિંગ કરાવી તેમને કાર્યરત સ્થિતિમાં રાખવામાં આવ્યાં છે. તમામ ફાયર વાહનોમાં MDT ડિવાઇસની સુવિધા ઉપલબ્ધ છે. જેથી 112 નંબર પર ઇમરજન્સી કોલ મળતાં જ ઘટનાસ્થળની નજીક આવેલા ફાયર સ્ટેશનમાંથી તાત્કાલિક મદદ મોકલી શકાય.

ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકા હદ વિસ્તારમાં ૨૭ ફાયર સ્ટેશનો છે તે તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે, કર્મચારીઓની રજા અને વીકલી ઓફ રદ કરવામાં આવી છે, દીવાળીના તહેવાર અનુસંધાને આ નિણર્ય લેવામાં આવ્યો છે અને 12 કલાકની શિફ્ટમાં ડ્યુટી ગોઠવવામાં આવી છે. 100થી વધુ સાધનો અને વાહનોનું સર્વિસ કરાવીને સજ્જ રાખવામાં આવ્યા છે, જેથી આગ જેવી ઘટનામાં ત્વરિત કાર્યવાહી કરી શકાય

વધુમાં જણાવ્યું હતું કે તમામ વાહનો MDT ડિવાઇસથી સજ્જ છે, જેથી 112 નંબર પર કૉલ આવતાં જ નજીકના ફાયર સ્ટેશનથી ત્વરિત મદદ રવાના થઈ શકે. આ ઉપરાંત વિભાગ પાસે આધુનિક સાધનોમાં ટર્બાઇન, રોબોટ, બૂમ મોનિટર, રેસ્ક્યુ ટેન્ડર, ક્રેન, થર્મલ ઇમેજિંગ કેમેરા અને બ્રીધિંગ ઓપરેટસ જેવા આધુનિક સાધનો પણ ઉપલબ્ધ છે.

તેમણે લોકોને અપીલ કરી હતી કે દિવાળી દરમ્યાન ફાયર વિભાગને 150થી વધુ કોલ મળે છે અને તેમાં લાપરવાહી વધારે હોય છે ફટકડા ફોડવા માટે ખુલ્લી જગ્યામાં જવું અને વડીલોની દેખરેખમાં જ ફટાકડા ફોડવા, બાળકોને ફટાકડા ફોડવા એકલા ન જવા દેવા જોઈએ, આ ઉપરાંત પાણી અને રેતીની ડોલ સાથે રાખવી જોઈએ, ફાયરના સાધનો રાખવા અને ઘરમાં દીવો પ્રગટાવીને બહાર ન જવું કારણ કે પડદા વગેરેના સંપર્કમાં આવવાથી આગ લાગવાનું જોખમ રહે છે. તહેવારોમાં વધુ ઇલેક્ટ્રિક લોડ હોવાથી AC ચાલુ રાખીને બહાર ન જવું અને બહાર જતી વખતે ઘરની બારી-બારણાં બંધ રાખીને જ બહાર જવું.