સુરત.
Surat Crime: સુરતના સરથાણા વિસ્તારમાંથી એક શ્રમજીવી પરિવારની બાળકી ઘર પાસે રમી રહી હતી. આ દરમ્યાન એક ઇસમ બાળકીનું અપહરણ કરીને લઇ ગયો હતો. પરિવાર સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમ તપાસમાં જોડાઈ હતી, તેમજ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એક કલાકની અંદર જ આરોપીને ઝડપી પાડ્યો હતો
સુરતના લસકાણા સ્થિત ડાયમંડ નગર પાસે એક શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારની અઢી વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન રમતા રમતા ગુમ થઇ ગયી હતી. પરિવારે બાળકીની ભારે શોધખોળ બાદ પણ બાળકીનો પતો ન લાગતા પરિવારે સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી.
આ બનાવની ગંભીરતા જોઈ સરથાણા પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘર પાસે લાગેલા સીસીટીવી તપાસતા તેમાં એક ઇસમ બાળકીને લઈને જતો દેખાયો હતો.
મામલો ગંભીર હોય સરથાણા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો સરથાણા પોલીસની 6 ટીમ બનાવવામાં આવી હતી અને માત્ર એક કલાકમાં જ આરોપીને ડાયમંડ નગર મેઈન રોડ પાસેથી ઝડપી પાડી તેના કબ્જામાંથી બાળકીને મુક્ત કરાવવામાં આવી હતી
પોલીસ પૂછપરછમાં આરોપીની ઓળખ સુનીલકુમાર શિવ કૈલાશ કેવટ (ઉ.26 મૂળ. કાનપુર UP)તરીકે થઈ છે. જે સુરતમાં ભીમરાડ ખાતે રહે છે. વધુમાં પોલીસ તપાસમાં આરોપી પરણિત છે અને તે સુરતમાં મજૂરી કામ કરે છે તેને સંતાનમાં બે બાળકો પણ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે તેના કબ્જામાંથી બાળકીને મુક્ત કરાવવામાં આવી છે. આરોપીના રિમાન્ડ મેળવી આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.