Surat News:સુરત શહેર પોલીસ દ્વારા રોંગ-સાઇડ અને સિગ્નલ ભંગ સામે કડક કાર્યવાહી; સ્પેશિયલ ડ્રાઇવમાં એક મહિનામાં 77,510 કેસ નોંધાયા

આ સ્પે. ડ્રાઇવમાં ચારેય રીજીયનમા અલગ-અલગ ટીમો રચવામાં આવી છે. જે વિસ્તારોમાં રોંગ-સાઇડ વાહન ચલાવવાનું પ્રમાણ વધુ છે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 29 Dec 2025 07:31 PM (IST)Updated: Mon 29 Dec 2025 07:31 PM (IST)
surat-city-police-takes-strict-action-against-wrong-side-and-signal-violations-77510-cases-registered-in-a-month-in-special-drive-664271

Surat News: સુરત શહેર વિસ્તારમાં રોંગ સાઇડ વાહન ચલાવવાના કારણે ગંભીર તથા પ્રાણઘાતક માર્ગ અકસ્માતોના બનાવોને ધ્યાને લઈને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોગ સાઈડ વાહન ચલાવનારાઓ તથા ટ્રાફિક સિગ્નલ મુજબ નિયમન સુચારુ રીતે અમલમાં મુકવા માટે તા.૨૮/૧૧/૨૦૨૫ થી શહેર વિસ્તારમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પે. ડ્રાઇવમાં ચારેય રીજીયનમા અલગ-અલગ ટીમો રચવામાં આવી છે. જે વિસ્તારોમાં રોંગ-સાઇડ વાહન ચલાવવાનું પ્રમાણ વધુ છે તથા જ્યાં અકસ્માતોની સંભાવના વધુ છે તેવા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન તા.28/12/2025ના રોજ ખાસ કરીને રોંગ-સાઇડ વાહન ચલાવનાર, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનાર તેમજ અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો વિરૂદ્ધ સ્થળદંડ અને ઇ-ચલણના માધ્યમથી કુલ ૯૬૧ કેસો કરવામાં આવ્યા હતા.

આમ તા.28/11/2025 થી તા.28/12/2025 દરમિયાન ચાલેલી સ્પે. ડ્રાઇવ દરમિયાન 4779 જેટલા રોગસાઈડ વાહન ચલાવનારાઓ, હેલ્મેટ વિના 3972, સિગ્નલ ભંગ બદલ 15339, ઓવર સ્પીડમાં 2863 અન્ય હેડ વાઈઝ 24459 મળી કુલ ૭૭,૫૧૦ ટ્રાફિક નિયમભંગના કેસો કરવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ શહેરમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તથા માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તે હેતુસર ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ રાખી નિયમભંગ કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.