Surat News:વિટામિન Cના નામે ફેન્ટાનિલનું કેમિકલ મોકલતા અમેરિકામાં સુરતના બિઝનેસમેન ભાવેશ લાઠીયાને 4 વર્ષની જેલ

Bhavesh Lathiya: અમેરિકામાં ભારતીય બિઝનેસમેન ભાવેશ લાઠીયાને ફેટાનિલ પ્રીકર્સર કેમિકલની સ્મગલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનના આરોપ હેઠળ 54 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 05 Sep 2026 07:07 PM (IST)Updated: Sat, 05 Sep 2026 07:07 PM (IST)
surat-businessman-bhavesh-lathiya-sentenced-to-4-years-in-prison-for-sending-fentanyl-chemical-to-us-in-the-name-of-vitamin-c

Bhavesh Lathiya: અમેરિકામાં ભારતીય બિઝનેસમેન ભાવેશ લાઠીયાને ફેટાનિલ પ્રીકર્સર કેમિકલની સ્મગલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનના આરોપ હેઠળ 54 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટની માહિતી પ્રમાણે આ પ્રથમ એવો કેસ છે કે જ્યારે એક ભારતીય કેમિકલ કંપનીના એક્ઝિક્યુટીવને અમેરિકાની ફેડરલ જેલમાં આટલા મહિનાની લાંબી સજા ફટકારવામાં આવી છે.

ભાવેશ લાઠીયા અમેરિકાનો નાગરિક નથી અને તે અમેરિકામાં પોતાનો બિઝનેસ પણ ધરાવતો નથી. અલબત તેની કંપની સુરતમાં આવેલી છે.સુરત સ્થિત રક્સુટર કેમિકલ્સના ફાઉન્ડર અને લીડર ભાવેશ લાઠીયાએ એપ્રિલમાં ફેન્ટાનિલ પ્રીકર્સર કેમિકલની તસ્કરી અને ડિસ્ટ્રીબ્યુશન કરવાના આરોપમાં પોતાના ગુનાનો સ્વીકાર કર્યો હતો.

 ભાવેશ લાઠીયાને 2 સપ્ટેમ્બર 2026ના રોજ બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં US ડિસ્ટ્રીક્ટ જજ પામેલા કે ચેન દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. અમેરિકી જસ્ટીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે લાઠીયાને 24,560 ડોલર (આશરે રૂપિયા 23.19 લાખ)રકમ જપ્તા કરવાનો પણ આદેશ કર્યો છે. જેલની સજા પૂરી થયા બાદ તેને ડિપોર્ટ કરવામાં આવશે. અરજદારોનું કહેવું છે કે લાઠીયા અને તેની કંપનીએ ગેરકાયદેસર રીતે ફેન્ટાનિલ પ્રોડક્શનમાં ઉપયોગ થતા 50 પાઉન્ડથી વધારે કેમિકલ અમેરિકા અને મેક્સિકોના કસ્ટમર્સને વેચ્યું હતું અને મોકલ્યું હતુ. આ કેમિકલ્સમાં એવી સામગ્રીનો સમાવેશ થતો હતો કે જે સામાન્ય રીતે ફેન્ટાનિલના પ્રોડક્શન પર પણ ઉપયોગ થાય છે.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ પ્રમાણે લાઠીયાએ કસ્ટમ અને કાનૂની અમલીકરણકર્તાની તપાસથી બચવા માટે કેમિકલના પેકેજમાં ખોટી માહિતી આપી અને તેમાં ખોટા કસ્ટમ ડોક્યુમેન્ટ્સ પણ મોકલવામાં આવ્યા. જ્યારે ગત 29 જૂન 2026ના રોજ રેક્સ્યુટર કેમિકલ્સે ન્યૂયોર્ક પહોંચેલા એક શિપમેન્ટમાં વિટામીન C હોવાની ખોટી માહિતી આપી હતી. હકીકતમાં તેમાં 1-boc-4-piperidone હતું, જે ફેન્ટાનિલ સિન્થેસિસમાં ઉપયોગ થતું એક કેમિકલ છે. તેની માંગ એક સીક્રેટ એજન્ટ તરફથી કરવામાં આવી હતી.