સુરતમાં બીઆરટીએસ રૂટમાં દોડતી તમામ બસો ઇલેક્ટ્રિકઃ વાર્ષિક 18 લાખ ડીઝલનો ધૂમાડો થતો અટકાવ્યો

શહેરમાં માસ ટ્રાન્સોપોર્ટેશન સુવિધા અંતર્ગત મહાપાલિકા બીઆરટીએસ અને સિટી બસ દોડાવી રહી છે. પ્રતિદિન બે લાખથી વધુ યાત્રીઓ બસમાં મુસાફરી કરી રહ્યાં છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 05 Nov 2025 05:08 PM (IST)Updated: Wed 05 Nov 2025 05:09 PM (IST)
surat-brts-becomes-100-pc-electric-saves-18-lakh-liters-of-diesel-annually-632894

Surat News: સુરત શહેરમાં મહાનગર પાલિકાએ બીઆરટીએસમાં ઇલેક્ટ્રિક બસો દોડાવીને મહીને 200 ટન જેટલો કાર્બન ડાયોક્સાઈડ ઘટાડ્યો છે, શહેરમાં બીઆરટીએસના તમામ 13 રૂટ પર દોડતી 352 બસોને ડીઝલમાંથી ઇલેક્ટ્રિક બસમાં કન્વર્ટ કરી દીધી છે.

આજે શહેરમાં બીઆરટીએસ રૂટ ઉપર દોડી રહેલી તમામ બસ ઇલેક્ટ્રીક થઈ ચૂકી હોય દૈનિક હજારો લિટર ડીઝલની બચત થઈ રહી છે. તંત્રનો આ નિર્ણય શહેરના પર્યાવરણને પણ ફળ્યો છે. વાહનોના ધૂમાડા થકી હવામાં ભળતાં કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. ડીઝલ બસને બદલે ઈ-બસ ઓનરોડ થતાં પ્રતિદિન 6000 લીટર ડીઝલની બચત શરૂ થઈ છે. વાર્ષિક ગણતરી મુજબ વર્ષે 18 લાખ લિટરથી વધુ ડિઝલનો ધુમાડો થતો અટકાવી શકાયો છે.

સુરત મહાનગર પાલિકાએ શહેરમાં વિકાસલક્ષી પ્રોજેક્ટોની સાથોસાથ પ્રકૃતિની પણ કાળજી લેવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, શહેરમાં માસ ટ્રાન્સોપોર્ટેશન સુવિધા અંતર્ગત મહાપાલિકા બીઆરટીએસ અને સિટી બસ દોડાવી રહી છે. પ્રતિદિન બે લાખથી વધુ યાત્રીઓ બસમાં મુસાફરી કરી રહ્યાં છે. આ પૈકી સૌથી વધુ મુસાફરો બીઆરટીએસ રૂટમાં દોડતી બસનો લાભ લઈ રહ્યાં છે. દરરોજ 1.25 લાખથી વધુ મુસાફરો તંત્ર દ્વારા દોડાવાઈ રહેલી 352 ઈલેક્ટ્રિક બસમાં સવારી કરી રહ્યાં છે.

મહાપાલિકાએ આ બીઆરટીએસ રૂટને ગ્રીન રૂટ તરીકે ડિઝાઈન કર્યો છે. તંત્રના જણાવ્યા મુજબ, તંત્રે ડીઝલ બંધ કરી ઈલેક્ટ્રીક બસ દોડાવવાનું શરૂ કરતા શહેરને ગ્રીન ટ્રાન્સપોર્ટેશનની દિશામાં લઈ જવામાં મોટું પગલું ભર્યું છે. મહાપાલિકા બીઆરટીએસના 13 રૂટ ઉપર દૈનિક 352 બસ દોડાવી રહી છે. આ તમામ બસ દૈનિક સરેરાશ 25000 કિલોમીટર ચાલે છે. ડીઝલ બસ હોઈ એવરેજ 4-5 કિલોમીટર પ્રતિ લીટર નોંધાઈ રહી હતી. ડીઝલ બસને બદલે ઈ-બસ ઓનરોડ થતાં પ્રતિદિન 6000 લીટર ડીઝલની બચત શરૂ થઈ છે.

વાર્ષિક ગણતરી મુજબ વર્ષે 18 લાખ લિટરથી વધુ ડિઝલનો ધુમાડ થતો અટકાવી શકાયો છે. ડીઝલને કારણે નીકળતા ધુમાડાને કારણે દર કિલોમીટરે 0.25 કિલો કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન થતું હતું. જેને ઘ્યાને લેવામાં આવે તો દૈનિક 6.50 ટન કાર્બન ડાયોક્સાઈડનો ઘટાડો થઇ રહ્યો છે, વાર્ષિક 2372.50 ટન કાર્બન હવામાં ભળતો અટકાવી શકાયો છે. હવામાં સીઓટુનું પ્રમાણ વધતા પ્રકુતિ પ્રદુષિત થતી હતી આ નવતર પહેલથી શહેરના કુલ પ્રદુષણમાં 15 ટકાનો ઘટાડો થયો છે જેમાં 22.5 નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા કણોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

  • બીઆરટીએસ બસની સંખ્યા - 352
  • દૈનિક સરેરાશ કિલોમીટર - 25000
  • ડીઝલ બસની એવરેજ - 4 થી 5 કિલોમીટર
  • દર કીલોમીટરે- 0.25 કિલો કાર્બનનું ઉત્સર્જન
  • દૈનિક કાર્બન ઉત્સર્જન - 6.50 ટન
  • વાર્ષિક સરેરાશ - 2372.50 ટન
  • ડીઝલ બસની સરેરાશ લાઈફ- 7 વર્ષ
  • ઈ બસની સરેરાશ લાઈફ - 12 વર્ષ