Surat: સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. શહેરના રાંદેર વિસ્તારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં બે બાઈક સવાર યુવકો યુવતીના હાથમાંથી મોબાલી ઝૂંટવીને ઘૂમ સ્ટાઇલમાં ફરાર થઇ જાય છે. વીડિયો સોશિયલ મીડિયામા વાઈરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના રાંદેર વિસ્તારના નામે એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. આ વીડિયો એક યુવતી રોડ પર ઉભી હતી એ સમયે તેની પાસે બે બાઈક સવાર યુવકો આવે છે અને યુવતી કંઇ સમજે એ પહેલા યુવતીના હાથમાં રહેલા મોબાઈલને ઝૂંટવી ધૂમ સ્ટાઇલમાં ફરાર થઇ જાય છે. યુવતી આ બાઇક સવારની પાછળ દોડતી પણ વીડિયોમાં જોવા મળે છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે અને આ વીડિયો ખરેખર રાંદેર વિસ્તારનો છે કે નહીં એ દિશામાં અને મોબાઈલ સ્નેચર્સને પકડવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.