Bageshwar Dham Dhirendra Shastri Darbar In Surat Live Updates: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતની મુલાકાતે છે. સુરતમાં આજથી તેમના બે દિવસીય દિવ્ય દરબાર યોજાઇ રહ્યો છે. બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે. 26 અને 27 મેના રોજ દિવ્ય દરબાર (Divya Darbar)નું આયોજન કરાયું છે. દિવ્ય દરબારમાં કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવી છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી બે દિવસ સુરતમાં છે. સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે અગાઉથી જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નીલગીરી ગ્રાઉન્ડમાં અંદાજીત દોઢ લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત લોકો માટે પીવાના પાણી, પોલીસ અધિકારી-કર્મચારીઓનો બંદોબસ્ત, પાર્કિંગ તેમજ મોબાઈલ ટોઇલેટ વાનની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત નીલગીરી ગ્રાઉન્ડમાં વિશાળ સ્ટેજ, 30 થી વધુ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે. તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાનો અંદાજ હોય અહી મેડીકલ ટીમ, ફાયર અને પોલીસ તંત્ર ખડેપગે રહેશે તેમજ દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ શો પણ કરશે તેમ જાણવા મળ્યું હતું. તેમજ ગ્રાઉન્ડમાં પંખા, કુલર સહીતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ ખડે પગે રહેશે
આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી પધારનાર છે. અહી બે દિવસ દિવ્ય દરબાર કાર્યક્રમનું આયોજન છે. અહી મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવાથી અહી લો એન્ડ ઓર્ડર તેમજ સિક્યુરીટી પોઈન્ટ ઓફ વ્યુથી અહી સુરત પોલીસ દ્વારા ખુબ જ મોટું આયોજન કરાયું છે.
અહી બે ડીસીપી, 4 એસીપી સહિતના અધિકારીઓ તેમજ એસઆરપી અહી બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત લોકો અહી આવે ત્યારે પાર્કિંગની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ અલગથી આયોજન કરાયું છે. પોલીસ દ્વારા આયોજકો સાથે સંકલન કરી સુરક્ષા અને લો એન્ડ ઓર્ડર મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 400 પોલીસ, 700 હોમગાર્ડ તેમજ ટ્રાફિક પોલીસની ટીમ કામગીરી કરશે.
1161 ગ્રામની ચાંદીની ગદા તૈયાર કરાઈ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે ત્યારે સુરતમાં એક કાપડ વેપારી દ્વારા હનુમાન દાદાને પ્રિય એવી ચાંદીની ગદા તૈયાર કરાવવામાં આવી છે. આ ચાંદીની ગદા ધીરેન્દ્ર શાસ્ત્રીને અર્પણ કરવામાં આવશે. સુરતના એક રામ ભક્તે ધિરેન્દ્ર શાસ્ત્રીને અર્પણ કરવ માટે ચાંદીી ગદા તૈયાર કરાવી છે. કાપડના વેપારી સાવરપ્રસાદ બુદ્ધિયાએ જ્વેલર્સ પાસે હનુમાન દાદાને પ્રિય ગદા ખાસ ચાંદીમાંથી બનાવવામાં આવી છે.
આ ગદાને તૈયાર કરવામાં 15 દિવસ જેટલો સમય લાગ્યો છે.આ ગદાને તૈયાર 4 કારીગરો દ્વારા તૈયાર કરાઈ છે. આ કારીગરોએ સંપૂર્ણ હેન્ડમેડ ગદા તૈયાર કરી છે. ગદાને તૈયાર કરતી વખતે દરેક એંગલને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. કોઇપણ ધાર્મિક વસ્તુ બનાવતી વખતે જેટલા પ્રિકોશન રાખવા પડે તે રાખીને શાસ્ત્રોક રીતે ગદા બનાવાઈ છે.