બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજથી બે દિવસ સુરતમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાશે. સુરતના નીલગીરી ખાતે દિવ્ય દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરથી જ લોકો કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોચી રહ્યા છે તો દિવ્ય દરબાર સ્થળે વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. જે આકર્ષણનું કેન્દ્ર બની છે.
સુરતના લીંબાયત સ્થિત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સાંજે 5 વાગ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમ શરુઆત થશે. જો કે તે પહેલા જ બપોરથી જ અલગ અલગ શહેરોમાંથી પણ લોકો આ દિવ્ય દરબારમાં હાજરી આપવા પહોચી રહ્યા છે. પોલીસ દ્વારા પણ અહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો બીજી તરફ ટ્રાફિકની સમસ્યા ન સર્જાઈ તે માટેનું પણ અલગથી ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન પણ કરાયું છે.
નીલગીરી ગ્રાઉન્ડમાં આયોજિત દિવ્ય દરબાર સ્થળે કલાકારો દ્વારા એક વિશાળ રંગોળી પણ બનાવવામાં આવી છે. વિશાળ સ્ટેજની સામે જ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. જે આકર્ષણનું કેન્દ્ર બની છે. શહેરના કલાકારો કિરણ પ્રજાપતિ સહિતના લોકો દ્વારા દ્વારા નિલગીરી ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્રશાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમને ધ્યાને રાખીને સ્ટેજની સામે જ 20 ફુટ લાંબી ભવ્ય અને વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. જેમાં સાક્ષાત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનું ચિત્ર બનાવવા માટે સવારથી જ રંગોળીના કલાકારો શહેરના કલાકારો દ્વારા જોતરાયા હતા. આ રંગોળી તૈયાર કરતા અંદાજીત 7 કલાક જેટલો સમય લાગ્યો હતો.