આજે ધો. 10નું પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું પરિણામ જાહેર થયું છે. સુરત જિલ્લાનું આ વર્ષે 76.45 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. સુરતમાં એક દીકરીએ પિતાના અવસાન બાદ પણ હતાશ ન થઈને અથાગ મહેનત કરી હતી અને આખરે A-1 ગ્રેડ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું હતું.
સુરતમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયનું 100% પરિણામ આવ્યું છે અને શાળાના કુલ 4 વિદ્યાર્થીઓએ A1 grade પ્રાપ્ત કર્યો છે. શાળામાં અભ્યાસ કરતી પટેલ જાન્વી કેયુરભાઈએ 99.91 PR અને 94.50 % સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. જાનવી માટે આ પરિણામ લાવવું ખુબ જ અધરું થઇ ગયું હતું. કારણ કે તેના પિતાનું નવેમ્બર-2022માં જ નિધન થયું હતું. ઘરના મોભીના નિધન બાદ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય માતા પણ શાળામાં સેવિકા બહેન તરીકે ફરજ બજાવવા લાગ્યા હતા.
બીજી તરફ જાનવીએ પણ હતાશ અને નિરાશ થવાના બદલે સખત મહેનત ચાલુ રાખી હતી. અને આજે જાહેર થયેલા પરિણામમાં તેણે 99.91 PR અને 94.50 % સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. આજે પરિણામ જાહેર થતા શાળા પરિવાર દ્વારા તેને શુભેચ્છાઓ અર્પણ કરવામાં આવી હતી. અને જે શાળામાં માતા સેવિકા તરીકે ફરજ બજાવે છે તે જ શાળામાં દીકરીએ A1 ગ્રેડ મેળવીને માતા અને શાળાનું નામ રોશન કર્યું હતું.
શાળામાં પ્રથમ ક્રમાંક લાવનાર વિદ્યાર્થિની પટેલ જાનવી કેયુરભાઈ જે અડાજણ વિસ્તારમાં અલ્પેશનગરના નિવાસી છે જેના પિતા નવેમ્બર 2022 માસમાં જ મૃત્યુ પામ્યા હતા. અને ત્યારબાદ તેની માતા શાળાના સેવિકાબહેન તરીકેની ફરજ બજાવે છે.ઘણી સંઘર્ષમય પરિસ્થિતિનો સામનો કરતા કરતા અને દ્રઢ મનોબળ, આત્મવિશ્વાસ અને સખત પુરુષાર્થના સથવારે જાનવીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
જાનવીના માતા નીતાબેને જણાવ્યું હતું કે દીકરીની પરીક્ષા પહેલા જ મારા પતિનું અવસાન થયું હતું જે બાદ ઘરની જવાબદારી પણ અમારા બંને પર આવી ગયી હતી. દીકરીએ પરીક્ષામાં ખુબ જ મહેનત કરી હતી અને આજે તેને તેની મહેનતનું પરિણામ મળ્યું છે. આજે હું ખુબ ખુશ છું પરંતુ આજે તેના પપ્પાની કમી મહેસુસ થાય છે. તેનો એક નાનો ભાઈ પણ છે જે આજ શાળામાં ધો. ૮ માં અભ્યાસ કરે છે.
શ્રી સરસ્વતી વિદ્યાલયનું 100% પરિણામ આવ્યું છે અને શાળાના કુલ 4 વિદ્યાર્થીઓએ A1 મેળવ્યો છે. જેમાં ટેલ જાન્વી કેયુરભાઈએ 99.91 PR અને 94.50 % સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. (2) મારફતિયા ઇશિતા હેમંતભાઈએ 99.86 PR અને 94.00 % સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. (3) માસ્તર આયુષી આશિષભાઈએ 99.56 PR અને 92.00 % સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.(4) ઓડ નિયતિ વજુભાઇએ 99.46 PR અને 91.50 % સાથે A1 grade પ્રાપ્ત કર્યો છે.
આચાર્યા પ્રીતિબેન શાહએ જણાવ્યું હતું કે શાળા, શિક્ષકો અને વાલીમિત્રોના ત્રિવેણી સંગમથી આરંભથી અંત સુધી સફળ આયોજન, પેપર પ્રેકટીસ અને વિદ્યાર્થીઓ ના કાઉન્સેલિંગથી આજનું આ જ્વલંત પરિણામ પ્રાપ્ત થયું છે. તમામ વિદ્યાર્થીઓને હું ઈજ્જ્વલ ભવિષ્યની શુભેચ્છા અપર્ણ કરું છું.