બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રી સુરત પધારી રહ્યા છે. સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે 26 અને 27 મેના રોજ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા ના પડે તે માટે પોલીસ દ્વારા પણ આગોતરું આયોજન કરાયું છે.
બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રી સુરત પધારી રહ્યા છે. આગામી 26 અને 27 મેના રોજ બે દિવસ નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. નીલગીરી ગ્રાઉન્ડમાં તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તો બીજી તરફ પોલીસ દ્વારા પણ ટ્રાફિક સહિતની વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે એસીપી, ડીસીપી તેમજ 400 પોલીસ, 700 હોમગાર્ડ કામગીરી કરશે તેમ જાણવા મળ્યું હતું.
આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર ધામના મહારાજ ધિરેન્દ્ર શાસ્ત્રી પધારનાર છે. અહી બે દિવસ દિવ્ય દરબાર કાર્યક્રમનું આયોજન છે. અહી મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવાથી અહી લો એન્ડ ઓર્ડર તેમજ સિક્યુરીટી પોઈન્ટ ઓફ વ્યુથી અહી સુરત પોલીસ દ્વારા ખુબ જ મોટું આયોજન કરાયું છે.
અહી બે ડીસીપી, 4 એસીપી સહિતના અધિકારીઓ તેમજ એસઆરપી અહી બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત લોકો અહી આવે ત્યારે પાર્કિંગની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ અલગથી આયોજન કરાયું છે. પોલીસ દ્વારા આયોજકો સાથે સંકલન કરી સુરક્ષા અને લો એન્ડ ઓર્ડર મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 400 પોલીસ, 700 હોમગાર્ડ તેમજ ટ્રાફિક પોલીસની ટીમ કામગીરી કરશે.