Surat News: આજે દેવ દિવાળી છે ત્યારે સુરત શહેરમાં પાર્લે પોઈન્ટ ખાતે આવેલા સુપ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનું અવિરત ઘોડાપુર ઉમટ્યું હતું. ભક્તોએ ભક્તિભાવપૂર્વક માતા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આજે દેવ દિવાળીના પાવન પર્વ નિમિતે સુરતના પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, વહેલી સવારથી જ એટલે કે લગભગ ૭ વાગ્યાથી માં અંબાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. દેવ દિવાળીના શુભ દિવસે માતાજીના દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આસ્થાનો માહોલ છવાયો હતો. ભક્તોએ ભક્તિભાવપૂર્વક માતા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિરમાં સર્વત્ર ધાર્મિક વાતાવરણ છવાયું હતું અને મંદિર 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

મંદિરના પુજારી જૈમીન રાવલએ જણાવ્યું હતું કે ઘણા સમયથી અહીંયા સેવા આપું છું અને આજે પણ દિવાળીના દેવ દિવાળીનો માહોલ છે. અહીંયા દર્શનાર્થીઓનું ઘણું ઘોડાપુર છે. દર્શનાર્થીઓ પોતાની શ્રદ્ધા વિશ્વાસથી માં જગદંબાના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરીને જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, દેવ દિવાળીનું મહત્વ એ છે કે આજે દેવોએ પણ દિવાળી કરી હતી. જ્યારે દેવ ઉઠી એકાદશ પછી જે દેવો પોતાની સત્તા ઉપર જાય છે તો એ સત્તા ઉપર જવા માટે ઉત્સવો દ્વારા દેવ દિવાળી દેવો પોતાના ધામમાં ઉત્સવ માનીને પછી પોતાનું સત્તાનું આગમન કરી છે સત્તાનું આયોજન કરતા હોય છે. ભક્તોને ભીડ આજ સવારે 7:00 વાગ્યાથી અત્યાર સુધીમાં પરિપૂર્ણ સતત ભીડ ચાલુ ને ચાલુ જ છે એમાં થોડીક પણ કોઈપણ પ્રકારની ઓછી ભીડ થઈ નથી.
