Surat: સુરતના ઓલપાડ તાલુકામાં ક્રિકેટ રમતી વખતે એક 27 વર્ષીય યુવક અચાનક બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવા ક્રિકેટરના મોતથી તાલુકાના ક્રિકેટપ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ઘરના યુવાન દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય કિશન અતુલભાઈ પટેલ ઓલપાડ તાલુકામમાં આવેલા સેલુત ગામમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો. તે ક્રિકેટ રમી રહ્યો હતો એ મસયે અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. મેદાન હાજર અન્ય ખેલાડી અને પ્રેક્ષકો કિશનને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેના મોતનું કારણ હાલ સામે આવ્યું નથી. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો
