Gujarat Rains: આજે સવારથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાના લાંબી સમય બાદ મહેર જોવા મળી રહી છે. સવારે 8થી 10 વાગ્યામાં બે કલાકમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં જાણે કે આભ ફાટ્યુ હોય તેમ મૂશળધાર વરસાદ વરસ્યો છે. પ્રાતિંજમાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીનગરમાં માણસામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.
132 તાલુકામાં મેઘ મહેર
આજે સવારે 8થી 10 વાગ્યા સુધીના 2 કલાકમાં રાજ્યના 132 તાલુકામાં મેઘ મહેર થઇ છે. જેમાં 10 તાલુકામાં 1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. 27 તાલુકામાં 10થી 22 મિ.મી. સુધી જ્યારે 95 તાલુકામાં 10 મિ.મી. કરતા ઓછો વરસાદ વરસ્યો છે.
10 તાલુકાઓમાં 1થી 5 ઇંચ વરસાદ
આજે સવારે 8થી 20 વાગ્યામાં પ્રાંતિજમાં 5 ઇંચ, માણસામાં 2.8 ઇંચ, તલોદમાં 2.7, હિંમતનગરમાં 2.5, મહેસાણામાં 2, જોટાણામાં 1.7, મોડાસામાં 1.4, વિજાપુરમાં 1.2, મેઘરજમાં 1.1, વિસનગરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
122 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ
રાજ્યના 122 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ છેલ્લા બે કલાકમાં વરસ્યો છે. જેમાં ધનસુરામાં 22 મિ.મી., કડાણામાં 21 મિ.મી., સંતરામપુરમાં 20, વાઘોડિયામાં 19, નવસારીમાં 19, ખાનપુરમાં 18, બાયડમાં 18, ફતેપુરામાં 16, વડનગરમાં 15, આહવામાં 13, જલાલપોરમાં 13, દહેગામમાં 12, ઉમરપાડામાં 12, વઘઇમાં 12, વડોદરામાં 12, ધાનેરામાં 12, બહુચરાજીમાં 12, કરજણમાં 12, પલસાણામાં 12, વાલિયામાં 11, ચીખલીમાં 11, સાવલીમાં 10, વાંસદામાં 10, વાગરામાં 10, કડીમાં 10, ધોળકામાં 10 અને બોરસદમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે.
