Rajkot: રાજકોટમાં હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. ભાજપના વોર્ડ નંબર 6ના કોર્પોરેટરનો પુત્ર નિલેશ જાદવ આ વીડિયોમાં એક રિવોલ્વર સાથે કારના બોનેટ પર બેસેલો દેખાય છે. રોફ મારતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાંજ તેના પિતા મનસુખ જાદવે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યુ છેકે, આ મારી બંદૂક નથી. મારા દીકરાએ રમકડાંની બંદૂક સાથે વીડિયો બનાવીને મુક્યો છે. આ સંદર્ભે મે મારા પુત્રને ઠપકો આપ્યો છે. જોકે, વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હોવાના અહેવાલ છે.
મે મારા દીકરાને ઠપકો આપ્યો છેઃ યુવકના પિતા
યુવકના પિતા મનસુખ જાદવે વાઈરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છેકે, આનો અત્યારે ક્રેઝ છે. છોકરાએ આવી રમકડાંની બંદૂકનો વીડિયો બનાવીને મૂક્યો હશે. છતાં મે મારા છોકરાને ઠપકો આપ્યો છેકે આપણે આવું કરાય નહીં. આપણે જાહેર જીવનમાં છીએ. મારી રિવોલ્વર તો મારા ખાનામાં હોય છે. આ રમકડાંની બંદૂક છે. વાઇરલ વીડિયો અંગે જણાવ્યું કે, અમે જાહેર જીવનમાં છીએ અને અમને નીચા દેખાડવા માટે કેટલાક લોકો આવું કર્યું હશે.
યુવકના માતા કોર્પોરેટર
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જે વીડિયોએ રાજકોટ સહિતના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. રિવોલ્વર સાથે રોફગીરીનો જે વીડિયો વાઈરલ થયો છે. તેમાં જે યુવક રિવોલ્વર સાથે દેખાઈ રહ્યો છે તે ભાજપના મહિલા કોર્પોરેટરનો પુત્ર છે. દેવુબેન જાદવ વોર્ડ નંબર 6ના ભાજપના કોર્પોરેટર છે. તેમના પુત્ર નિલેશ જાદવનો રિવોલ્વર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. નિલેશ જાદવ સાથે તેના મિત્રો પણ આ વીડિયોમાં દેખાય છે.
શું છે સમગ્ર મામલો
રાજકોટમાં ફરી એકવાર રોફ જમાવતો વીડિયો વાઈરલ થયો છે. ભાજપના મહિલા કોર્પોરેટરનો પુત્ર રિવોલ્વર કમરમાં લટકાવીને કારના બોનેટ પર ઠાઠમાઠથી બેસીને ફોન પર વાત કરતો હોય તે પ્રકારની રિલ્સ બનાવવામાં આવી છે. રિલ્સમાં જીજે-03 એમબી-1009 નંબરની કાર છે. કારમાં એક પગ વાળીને અને એક પગલ લાંબો કરીને નિલેશ જાદવ નામનો યુવક બેસેલો જોવા મળે છે. રિલ્સમાં હું કંઇ કામ ધારુ કે મારી મેલડી મારા બોલતા પહેલા કરી જાય છે…તેવો અવાજ સંભળાય છે. બાદમાં જય હો મેલડી માના ડાકલા સાથે ગીત સંભળાય છે.