લોકલ ડેસ્કઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આગામી શૈક્ષણિક જૂન-2023થી 4 અમલવારી કરવામાં આવી રહી છે અને બી.એ., બી.કોમ., બી.એસસી. સહિતની તમામ ફે કલ્ટીમાં સેમેસ્ટર-1 અને 2નો અભ્યાસક્રમ બદલાશે. તેમજ હવે ધોરણ 12 પછી કોલેજમાં એડમીશન લેનારા વિદ્યાર્થીઓને 4 વર્ષે ગ્રેજ્યુએશન પૂર્ણ થશે.
આર્ટસ ફેકલ્ટીના ડીન ડોક્ટર યજ્ઞેશ જોશી અને કોમર્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર રાજુભાઇ દવેએ જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમનું ધ્રુવીકરણ કરવામાં આવ્યું છે. અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ કોર કોર્સમાં વિષય વિકલ્પ, પ્રાદેશીક ભાષા, શ્રેષ્ઠ શિક્ષણ, યુનિવર્સિટીની ડીગ્રીમાં પ્રવેશ અને ઉપાડની સુવિધા, ક્રેડિટ બેન્ક સિસ્ટમનો સમાવેશ કરાયો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આખો સિલેબસ તબક્કાવાર બદલવામાં આવનાર છે. હાલમાં સેમેસ્ટર-1 અને 2નો નવો સિલેબસ તૈયાર કરાયો છે અને તેને મંજૂરી માટે એકેડેમિક કાઉન્સિલમાં રજૂ કરાશે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ કોઇ વિદ્યાર્થીને કોલેજમાં પ્રથમ વર્ષ પૂર્ણ કરીને ભણવું ન હોય તો ચાર ક્રેડીટ અર્ન કરી સર્ટીફિકેટ મેળવી શકશે. જો બીજા વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી આગળ અભ્યાસ ન કરવો હોય તો ફરી ક્રેડીટ અર્ન કરી ડિપ્લોમા સર્ટીફિકેટ મેળવી શકશે. જ્યારે ત્રીજા વર્ષનો અભ્યાસક્રમ પુર્ણ કરનાર વિદ્યાર્થીને ઓનર્સની ડીગ્રી અપાશે અને ત્યારબાદ ચોથા વર્ષમાં વિદ્યાર્થીને રીસર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ માત્ર એક જ વર્ષમાં પૂર્ણ કરી શકાશે. જો કે તેમાં 3 રીસર્ચ સુપરવાઇઝર અને કોલેજ પાસે પૂરતુ ઇન્ફ્રાસ્ટ્રકચર હોવું જરૂરી છે. જો કે પી.જી.ની નવી ગાઇડલાઇન આવવાની હજુ બાકી છે.