અબોલ જીવો પ્રત્યે અનોખો પ્રેમ: કાલાવડના ખેડૂતે બળદ આશ્રમમાં 400 મણ કોબીજ દાન કરી માનવતા મહેકાવી

સૌરાષ્ટ્રમાં દુષ્કાળ અને ઘાસચારાની અછત વચ્ચે કાલાવડના રામજીભાઈ દોંગા 300થી 400 મણ કોબીજનો ટ્રક લઈને સદભાવના બળદ આશ્રમ પહોંચ્યા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 31 Oct 2026 03:56 PM (IST)Updated: Sat, 31 Oct 2026 03:56 PM (IST)
saurashtra-farmer-donates-cabbage-for-bulls-amid-drought-sadbhavna-ashram
AI IMAGE

Cabbage Donation for Bulls: સૌરાષ્ટ્રમાં દુષ્કાળ અને અછતની પરિસ્થિતિ વચ્ચે એક તરફ ખેડૂતો પોતાના પશુધનને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અબોલ પશુઓ પ્રત્યે માનવતાની ભાવનાને ઉજાગર કરતું એક હૃદયસ્પર્શી દૃશ્ય સામે આવ્યું છે. કાલાવડ તાલુકાના ટોડા ગામના ખેડૂતપુત્ર રામજીભાઈ દોંગા બળદો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે આખો ટ્રક ભરીને કોબીજ લઈને સદભાવના બળદ આશ્રમ ખાતે પહોંચ્યા હતા.

ખેડૂતની પ્રેમ અને કરુણાભરી પહેલ

રામજીભાઈ દોંગા આશ્રમમાં આશરે 300થી 400 મણ કોબીજ લઈને પહોંચ્યા હતા. આ કોબીજનો ઉપયોગ આશ્રમમાં રહેલા બળદોને ખવડાવવા માટે કરવામાં આવશે. દુષ્કાળ અને અછતના કપરા સમયમાં પશુઓ માટે ઘાસચારા અને ખોરાકની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે, ત્યારે ખેડૂતપુત્રની આ પહેલ અબોલ જીવો પ્રત્યેના પ્રેમ અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ બની છે.

આશ્રમમાં આશરે 8,000 બળદોનો આશરો

સૌરાષ્ટ્રમાં વરસાદની અછત અને ઘાસચારાની સમસ્યાને કારણે પશુપાલકો તથા ખેડૂતો પોતાના પશુધનને બચાવવા માટે ચિંતિત છે. આવી પરિસ્થિતિમાં સદભાવના બળદ આશ્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી આશરે 8,000 જેટલા બળદો આશરો લઈ રહ્યા છે. દરરોજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાના બળદોને આશ્રમમાં મૂકવા માટે આવી રહ્યા છે.