Rajkot Weather Forecast Today and Tomorrow | આજનું રાજકોટનું હવામાન (25 ઓગસ્ટ 2026): રાજકોટમાં આ વખતે જોઇએ તેવો વરસાદ વરસ્યો નથી. ઓગસ્ટ મહિનામાં ધોધમાર મેઘ મહેરની અપેક્ષા હતી પરંતુ હજી સુધી એવો માહોલ બન્યો નથી. ગઇકાલે પણ જિલ્લામાં ક્યાંય વરસાદની હાજરી જોવા મળી ન હતી. ક્યાંક હળવા ઝાપટાં પડ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં પણ ઝાપટાં સિવાય સારા વરસાદની શક્યતા દેખાતી નથી. હવામાન વિભાગ અનુસાર, આજે 25 ઓગસ્ટ 2026ના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાઇ શકે છે.
રાજકોટમાં આજે વરસાદ પડશે?
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જ્યારે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે. આગામી 26થી 30 ઓગસ્ટ દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તેમજ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ અનુસાર, આગામી 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદી ઝાપટાં વરસી શકે છે.
રાજકોટમાં આજે કેટલું રહેશે તાપમાન?
રાજકોટમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન કેટલું રહેશે તેની વાત કરીએ તો હવામાન વિભાગના લોકલ વેધર ફોરકાસ્ટ અનુસાર, આજે 25 ઓગસ્ટ 2026ના રોજ શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. ભેજનું પ્રમાણ 60થી 80 ટકા સુધી રહી શકે છે. 26થી 30 ઓગસ્ટ દરમિયાન મહત્તમ તાપમાન 32થી 35 ડિગ્રીની વચ્ચે જ્યારે લઘુત્તમ તાપમાન 24થી 25 ડિગ્રી સુધી રહી શકે છે. આ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ 55થી 78 ટકા સુધી રહેવાની શક્યતા છે.
રાજકોટ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ વરસ્યો
ચોમાસું 2026ની સિઝનમાં અત્યારસુધીમાં રાજકોટ જિલ્લામાં તાલુકાવાર સિઝનનો કેટલો વરસાદ પડ્યો તેની વિગતો અહીં કોષ્ટકમાં આપવામાં આવી છે.
| તાલુકા | એવરેજ વરસાદ(1996-2025) | સિઝનનો વરસાદ | વરસાદની ટકાવારી |
| ધોરાજી | 829 | 410 | 49.46 |
| ગોંડલ | 804 | 472 | 58.71 |
| જામકંડોરણા | 761 | 445 | 58.48 |
| જસદણ | 578 | 246 | 42.56 |
| જેતપુર | 775 | 432 | 55.74 |
| કોટડા સાંગાણી | 790 | 364 | 46.08 |
| લોધિકા | 798 | 390 | 48.87 |
| પડધરી | 557 | 265 | 47.58 |
| રાજકોટ | 867 | 419 | 48.33 |
| ઉપલેટા | 850 | 230 | 27.06 |
| વીંછીયા | 543 | 166 | 30.57 |
| જિલ્લાનો સરેરાશ | 741.09 | 349 | 47.09 |
