રાજકોટ જિલ્લા પોલીસનો અનોખો પ્રયોગ: ગામડાઓમાં જામશે હવે 'સાયબર ડાયરો', ડિજિટલ ફ્રોડ વિશે સમજાવશે

કાઠિયાવાડની સંસ્કૃતિમાં 'ડાયરો' એક લોકપ્રિય માધ્યમ છે, ત્યારે આ નામ સાંભળીને જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 21 Dec 2025 03:20 PM (IST)Updated: Sun 21 Dec 2025 03:20 PM (IST)
rajkot-polices-innovative-step-against-cyber-crime-cyber-dayro-in-villages-659409

Rajkot News: આજના ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ક્રાઇમના બનાવોને રોકવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા એક નવતર અને પ્રશંસનીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. ગ્રામીણ જનતાને તેમની જ ભાષામાં જાગૃત કરવા માટે હવે જિલ્લામાંસાયબર ડાયરા'નું આયોજન કરવામાં આવી રહ્યું હતું

શનિવારના રોજ ગોંડલ તાલુકાના સુલતાનપુર અને મોવૈયા ગામમાં આ પ્રકારના સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાઠિયાવાડની સંસ્કૃતિમાં 'ડાયરો' એક લોકપ્રિય માધ્યમ છે, ત્યારે આ નામ સાંભળીને જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

જિલ્લા પોલીસ વડા દ્વારા કાઠિયાવાડી શૈલીમાં માર્ગદર્શન

આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ખુદ કાઠિયાવાડી બોલીમાં લોકોને સંબોધ્યા હતા. તેમણે ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવ્યું હતું કે કેવી રીતે સાયબર ગઠિયાઓ ભોળા લોકોને છેતરે છે. આ પ્રસંગે ગ્રામ્ય ASP સિમરન ભારદ્વાજ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટેકનિકલ બાબતો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, ગ્રામ્ય વિસ્તારના લોકોમાં સાયબર અવેરનેશ લાવવા માટે આ અભિયાન શરૂ કરાયું છે. આગામી સમયમાં રાજકોટ જિલ્લાના દરેક ગામડાઓમાં આ પ્રકારે સાયબર ડાયરા યોજવામાં આવશે, જેથી છેવાડાનો માનવી પણ ડિજિટલ છેતરપિંડીનો ભોગ બનતા બચી શકે.

જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આજે રાજકોટ ગ્રામ્યમાં સુલતાનપુર ગામમાં એક સાયબર ડાયરોનો એક ઇનિશિયટીવ અમે લોકો ઇનિશિયટ કર્યો છે. ઉપમુખ્યમંત્રી ગુજરાત સરકાર, ડીજીપીના નિર્દેશ મુજબ અને આઈજી રાજકોટ વિભાગ અશોક કુમારના માર્ગદર્શનમાં અમે લોકો સાયબર ડાયરાનો એક સાયબર અવેરનેસ ઇનિશિયટીવ ચાલુ કર્યો છે. જેમાં પોલીસની પૂરી ટીમ સાંજમાં જ્યારે ગામવાળા લોકો ચોકમાં ભેગા થાય છે ત્યારે ચોકમાં જઈને અને સાયબર અવેરનેસ માટે આ લોકોને અવેર કરે છે અને બેઝિક વસ્તુ જેથી સાયબર ફ્રોડથી ગામવાળા લોકોનો બચાવ થઈ શકે એના વિષયમાં માહિતગાર કરવામાં આવે છે.

તેમણે વધુમાં કહ્યું કે, એક પીપીટી પણ રજૂ કરવામાં આવે છે. અમે લોકો પોર્ટેબલ એક પ્રોજેક્ટર રાખ્યું છે. એના માટે અને સ્પીકરની મદદથી ગામવાળાને માહિતગાર મહિલા-પુરુષ તમામ લોકોને માહિતગાર કરવામાં આવે છે અને આ ઇનિશિયટીવ અમે દરેક ગામમાં જેટલા રાજકોટ ગ્રામ્યના જેટલા પણ ગામો છે. આ દરેક ગામમાં આવું કાર્યક્રમ કરીશું તાકી આપણે એક ઝીરો વિક્ટીમ ઓફ સાયબર ક્રિમિનલ્સ એનો ટાર્ગેટ અમે લોકો રાખ્યો છે. એના માટે અમે કંટીન્યુ આ કાર્યક્રમ કરીશું.