Rajkot News: સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. આ કહેવતને સાચી ઠેરવી છે રાજકોટની 26 વર્ષે ધ્વનિ શાહે. જી, હા નાનપણથી બ્રેઇન ટ્યુમર સહિતની બીમારીઓ સામે જજુમી રહેલી ધ્વનિ શાહે ત્રણ જેટલી નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લઈ બે જેટલા બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. તો સાથે જ આગામી વર્ષોમાં દેશ માટે ઓલમ્પિક ગેમમાં ભાગ લેવાનો અને મેડલ જીતવાનું સ્વપ્ન પણ સેવી રહી છે.
ધ્વનિ શાહ ઉંમર હાલ 26 વર્ષની છે. જન્મના સાતમા વર્ષથી જ બ્રેન ટ્યુમર સહિતની બીમારીઓથી જજુમી રહી છે ધ્વનિ શાહ. પિતા ભાવેશભાઈ શાહ ગુજરાત એસટીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. નાનપણથી જ ધ્વનિને પિતા અને ભાઈને ટેબલ ટેનિસ રમતા જોવાનો મોકો મળ્યો હતો. જેના કારણે પોતે પણ ટેબલ ટેનિસ રમશે તેવો મનમાં જ નિર્ધાર કર્યો હતો. લોકડાઉન બાદ પોતે પ્રોફેશનલ ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષમાં ધ્વનિ શાહ દ્વારા ત્રણ જેટલી પેરા ટેબલ ટેનિસ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લઈ બે બ્રોન્ઝ તેમજ એક સિલ્વર મેડલ પોતાના નામે કર્યું છે. ત્યારે દીકરીની સફળતાથી માતા-પિતા બંને ખુશ છે. 2016માં અંતિમ વખત સર્જરી કરાવતી વખતે ધ્વનિને પેરાલીસીસની અસર જોવા મળી છે. જે આજે પણ તેના શરીરમાં યથાવત જોવા મળી રહી છે. તો સાથે જ ધ્વનિના માતા-પિતા દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે તેમની પુત્રીને આગળ વધવા માટે લોકો આગળ આવી આર્થિક સહાય પણ કરે.
ધ્વનિ શાહને પ્રોફેશનલ ટેબલ ટેનિસ રમવા માટે સારા કોચની જરૂર હતી. જે માટે રાજકોટ સ્થિત કેટલાક કાર્યરત કોચનો તેને સંપર્ક પણ સાધ્યો હતો. પરંતુ કહી શકાય કે આજ દિવસ સુધી રાજકોટ સ્થિત કાર્યરત એક પણ કોચ દ્વારા તેને કોઈ કારણોસર ટ્રેનિંગ આપવામાં નથી આવી જેનો તેને આજે પણ વસવસો છે. તો સાથે જ તેનું કહેવું છે કે જો મને સમયસર સારા કોઈ જ મળ્યા હોત તો આજે હું ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પણ રમતી હોત. દરેક ખેલાડીઓનું સ્વપ્ન હોય છે કે તે ઓલમ્પિકમાં ભાગ લઈ પોતાના દેશનું નામ રોશન કરે. પરંતુ મારું સ્વપ્ન ઓલમ્પિક કરતા પણ વધુ છે હું માનું છું કે મારે બીયોનડ ધ સ્કાય જવાનું છે.
માત્ર જન્મના સાતમા વર્ષથી બ્રેઇન ટ્યુમર જેવી ઘાતક બીમારી સામે જજુમતા આજે ધ્વનિ શાહને 19 વર્ષ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે. માત્ર 11 વર્ષની ઉંમરમાં તેને ત્રણ જેટલી સર્જરીની વેદના પણ ભોગવી હતી. ત્યારે વર્ષ 2016માં અંતિમ સર્જરી કરતા સમયે તેના શરીરનો ડાબા ભાગમાં પેરાલીસીસની અસર પહોંચી છે. ધ્વનિનું કહેવું છે કે આજ દિવસ સુધી કોઈએ તેને ટેબલ ટેનિસ કેમ રમવું તે શીખવ્યું નથી. તે પોતાના પિતા અને ભાઈને રમતા જોઈને ટેબલ ટેનિસ શીખી છે. તેમજ રાજકોટના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અન્ય ખેલાડીઓને જોઈ જોઈ તે રમતા શીખી છે.
આજે ધ્વનિ શાહ જેવી દીકરીઓ આપણા સમાજમાં અન્ય દીકરીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. ત્યારે આવી દિવ્યાંગ દીકરીઓને તેમની રમત ગમત પ્રત્યે આપણે સૌ પણ આગળ આવી સપોર્ટ કરીએ તે ખૂબ જ જરૂરી છે.