Rajkot: બન્ની ગજેરાની ધરપકડ પછી મુશ્કેલીમાં વધારો, અલ્પેશ ઢોલરિયાએ 10 કરોડની બદનક્ષીનો કર્યો દાવો, કહ્યુંઃ 15 દિવસમાં માફી નહીં માંગે તો…

આ ધરપકડ 15મી મેના રોજ વિશાલ ખૂંટ નામના વ્યક્તિ દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે. કેમ કે બંની ગજેરા સામે ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 19 May 2025 11:50 AM (IST)Updated: Mon, 19 May 2025 11:50 AM (IST)
rajkot-news-youtuber-banni-gajera-arrested-gondal-bjp-alpesh-dholariya-notice

Rajkot News: રાજકોટના વિવાદિત યુટ્યુબર ભાવિન ઉર્ફે બંની ગજેરાની ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. તેણે સોશિયલ મીડિયામાં કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ વાણી વિલાસ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. આ ધરપકડ 15મી મેના રોજ વિશાલ ખૂંટ નામના વ્યક્તિ દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે. કેમ કે બંની ગજેરા સામે ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે.

ફરિયાદ પ્રમાણે બન્ની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરીને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અને વિશાલ ખૂંટે સહિતના જે વ્યક્તિઓ છે. એમના વિરુદ્ધ વાણી વિલાસ કર્યો અને અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી. ખાસ બન્ની ગજેરાએ વિશાલ ખૂટ અને વિશાલ ખૂંટના મિત્રના પત્નીને બદનામ કરવા બાબતે પણ ટિપ્પણી કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બન્ની ગજેરા અગાઉ પણ પોતાના સોશિયલ મીડિયાના વિડીયો અને ટિપ્પણીઓને કારણે વિવાદોમાં આવી ચૂક્યો છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પણ બંને ગજેરા પર 10 કરોડની બદનક્ષીનો દાવો કરવા માટેની કાયદાકીય નોટિસ ફટકારી છે. જેનો જવાબ 15 દિવસમાં આપવામાં નહીં આવે તો કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે એવું પણ અલ્પેશ ઢોલરિયા દ્વારા કહેવાયું છે. જે કાયદાકીય નોટિસ અલ્પેશ ઢોલરિયા દ્વારા બંને ગજેરાને પાઠવવામાં આવી છે નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બંને ગજેરા દ્વારા જે વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે. એમાં આપેલી તમામ માહિતી ખોટી છે જે બદલ એણે તાત્કાલિક માફી માંગવી જોઈએ અને એવા વિડીયોને પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરવા જોઈએ.

મળતી માહિતી મુજબ, બન્ની ગજેરા વિરુદ્ધ માત્ર આ એક જ ફરિયાદ નથી. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સહિત રાજકોટ જિલ્લાના અન્ય બે પોલીસ સ્ટેશનમાં એમ કુલ ત્રણ પોલીસ સ્ટેશનમાં એની સામે અલગ અલગ ફરિયાદો નોંધાય છે. આ ફરિયાદોમાં ખંડણી સહિતની ગંભીર કલમો અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા છે.