Rajkot: ધો.5ની છાત્રાને પિતરાઈ ભાઈ સહિત બે સગીરોએ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, પેટમાં દુખાવો ઉપડતા ભાંડો ફૂટ્યો

ગત નવરાત્રિ દરમિયાન સગા કાકાના પુત્ર અને સ્કૂલ મિત્રએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હવસ સંતોષી. તબીબી તપાસમાં સગીરાના પેટમાં 5 માસનો ગર્ભ નીકળ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 30 Apr 2025 07:13 PM (IST)Updated: Wed, 30 Apr 2025 07:13 PM (IST)
rajkot-news-std-5th-girl-student-become-pregnant-after-rape-by-cousin-and-school-friend
HIGHLIGHTS
  • મહારાષ્ટ્ર પોલીસમાં 0 નંબરથી ફરિયાદ નોંધાઈ

Rajkot: રાજકોટમાં દુષ્કર્મનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના મોરબી રોડ ઉપર રહેતી ધો.5માં અભ્યાસ કરતી 13 વર્ષની સગા કાકાની પુત્રી ઉપર 16 વર્ષના સગીર અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી થતાં આ મામલે બી-ડિવીઝન પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને તરુણને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું કે ભોગ બનનાર કિશોરીની ઉંમર 13 વર્ષ છે. થોડા દિવસો પહેલાં તે માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં રહેતાં મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. બીજા દિવસે તેના પેટમાં દુ:ખાવો ઉપડતાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. તે વખતે તબીબે તેના પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનું કહેતાં તેના માતા-પિતા ચોંકી ઉઠયા હતા. તેમણે પુત્રીની પૂછપરછ કરતાં પિતરાઈ ભાઈ અને તેના મિત્રનું નામ આપ્યું હતું. જેથી કિશોરીની માતાએ તે તરૂણ વિરૂદ્ધ મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહારાષ્ટ્ર પોલીસે 0 નંબરથી ફરિયાદ નોંધી બી-ડિવીઝન પોલીસ તરફ મોકલી આપી હતી. કિશોરીની માતાએ તે તરૂણ વિરૂદ્ધ બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એસ.એસ. રાણે અને તેમના સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

આ ગંભીર બનાવમાં પોલીસે ભોગ બનનાર કિશોરીની પૂછપરછ કરતાં ભોગ બનનાર 14 વર્ષની સગીરાએ જણાવ્યું કે, તેના પિતરાઈ ભાઈ અને તેના મિત્રએ તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યું હતું. જેમાંથી સગીરાનો પિતરાઈ ભાઈ જેની ઉંમર 16 વર્ષ આસપાસ છે, જયારે પિતરાઈ ભાઈનો મિત્ર બીજો તરૂણ જેની ઉંમર 13 વર્ષની આસપાસ છે. 14 વર્ષની ધોરણ 5 માં અભ્યાસ કરતી તરુણી સાથે દુષ્કર્મ ગુજારનાર બન્નેએ ભોગ બનનાર કિશોરીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેને કારણે ભોગ બનનાર કિશોરીએ તેનું નામ માતા-પિતાને જણાવ્યું ન હતું. આજ કારણથી ફરિયાદમાં માત્ર એક જ તરૂણનું નામ હતું. પોલીસ સમક્ષ 14 વર્ષીય તરૂણીએ આપવીતી જણાવી હતી. જેમાં પિતરાઈ ભાઈ જેણે ભોગ બનનાર કિશોરી ઉપર ગત નવરાત્રિ દરમિયાન એક વખત નહી પરંતુ તેણે છ થી સાત વખત દૂષ્કર્મ ગુજાર્યાનું પોલીસને જાણવા મળ્યું છે.

ભોગ બનનાર કિશોરીએ પોલીસને જણાવ્યું કે, તેના માતા-પિતા જયારે કામ પર જતાં ત્યારે તેનો નજીકનો સંબંધી તરૂણ ઘરે આવી તેની ઉપર દૂષ્કર્મ ગુજારતો હતો. તેણે આવું છ થી સાત વખત કર્યું હતું. જયારે તેના સંબંધી તરૂણના મિત્રએ ગત નવરાત્રિ દરમિયાન એક વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનાર કિશોરીની માતાએ બીજા લગ્ન કર્યા છે. ભોગ બનનાર કિશોરી તેની આગલા ઘરની પુત્રી છે. મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતા પરિવારની 14 વર્ષીય પુત્રીને ગુપ્તભાગમાં અસહ્ય દુ:આવો થઈ રહ્યો હોય તેણે વાલીઓને આ અંગે વાત કરતાં કશુંક અજુગતું થયું હોવાની શંકાને પગલે સારવાર કરાવતાં બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો ભાંડો ફૂટતાં જ વાલીઓના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. આ પછી પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા ત્યારે બાળકીએ સઘળી હકીકત જણાવતાં પોલીસ પણ સ્તબ્ધ બની જવા પામી હતી.

બાળકીએ તેના પર દુષ્કર્મ ગુજારનાર તરીકે તેના જ સગા કાકાના પુત્ર અને તેના સ્કૂલમિત્રનું નામ આપ્યું હતું. તરુણીના જણાવ્યા પ્રમાણે તેના કાકાનો પુત્ર વારંવાર તેના ઘેર અવર-જવર કરતો હોય પહેલાં ચેનચાળા કર્યા હતા. આ પછી થોડા દિવસ બાદ તેની હિંમત વધી ગઈ હોય તેવી રીતે તેના મિત્ર સાથે ઘેર ધસી આવીને જબદરસ્તીથી દુષ્કર્મ ગુજાર્યું હતું પોલીસે તાત્કાલિક બન્ને આરોપીને સકંજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે બાળકીના પિતા મજૂરીકામ કરતાં હોવાનું અને જેણે તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું તે સગ્ગા કાકાનો પુત્ર સ્કૂલમાં અભ્યાસ કરતો હોવાનું તો તેનો મિત્રએ પણ ભણતર અધૂરું છોડી દીધાનું બહાર આવ્યું હતું.