રાજકોટ.
રાજકોટ મહાનગર પાલિકાની (RMC) ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી શરુ કરી છે. જે અંતર્ગત આજે ઈસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.18માં રાજકમલ પેટ્રોલ પંપ સામે પ્રારંભિક ટી.પી.સ્કીમ નં.13 (કોઠારીયા)ના 12.00 મીટર ટી.પી.રોડ તથા પ્રારંભિક ટી.પી.સ્કીમ નં.10ના અનામત પ્લોટ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા આજ રોજ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરી આજે 28 કારખાનાઓ ઉપર બુલડોઝર ફેરવી ટીપી રોડ તેમજ અનામત પ્લોટની જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. જેની અંદાજિત કિંમત 19.92 કરોડ થવા જાય છે, તેમ ટાઉન પ્લાનિંગ વિભાગે જણાવ્યું હતું.
ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા 13-(કોઠારીયા)12.00 મીટર ટી.પી.રોડમાં આવેલ દબાણ દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવેલ છે. (રાજકમલ ફાટકથી અમદાવાદ હાઈવેને જોડતો રોડ), ઇન્ડસ્ટ્રીયલ દબાણ 290.00 મીટર લંબાઈ 28 કારખાનાઓ પૈકી 6-કારખાનો સંપૂર્ણ બાંધકામ તથા 22 જેટલા કારખાનાઓનું 10% થી લઇ 70 % જેટલું પાર્ટલી બાંધકામ, 10-(રાજકોટ), એફ.પી.નં.105/1,કોમર્શીયલ શેલ, આહીર ચોક પાસે પારડી રોડ પતરાનો શેડ 1352.00 ચો.મી. 8,12,00,000, વોર્ડ નં.18 માં અટીકા ફાટકની સામે, કૈલાશપતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ રાજકોટ ટી.પી.સ્કીમ નં.10, અંતિમખંડ નં.83, નાં અનામત પ્લોટ(1-દુકાન તથા વાયર ફેન્સીંગ) વાણીજ્ય હેતુ 736.00 ચો.મી. 3,68,00,000 કુલ 2378.00 ચો.મી. રૂા. 11,80,00,000 સહિત 19.92 કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા.