Rajkot: આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર હવસખોર ઝડપાયો, પોલીસ 7 દિવસના રિમાન્ડ માંગશે

આરોપી મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની છે. જ્યારે ભોગ બનનાર દીકરી અને આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Dec 2025 05:57 PM (IST)Updated: Wed, 10 Dec 2025 05:57 PM (IST)
rajkot-news-police-seek-7-days-remand-for-nirbhaya-like-rape-case
HIGHLIGHTS
  • એસપી વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો આપી
  • આરોપીએ લોખંડના સળિયા વડે દીકરીના ગુપ્તાંગમાં ઈજા પહોંચાડી

Rajkot: રાજકોટ શહેરમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની સનસનાટીભરી ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. આ અંગે એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપવામાં આવી હતી.

એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ભોગ બનનાર દીકરી હાલ સ્વસ્થ છે. તેને જનાના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની કામગીરી ચાલી રહી છે.

આ ગંભીર ગુનાના આરોપીને પોલીસે તાત્કાલિક અસરથી ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની છે. જ્યારે ભોગ બનનાર દીકરી અને આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ લોખંડના સળિયા વડે દીકરીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડી હતી. પોલીસે લોખંડનો સળીયો પણ કબજે કર્યો છે. ગુનાની તપાસમાં FSLની ટીમની પણ મદદ લેવામાં આવી છે. ભોગ બનનાર બાળકીએ આરોપીનો ફોટો બતાવતા તેને ઓળખી બતાવ્યો છે.

એસપી ગુર્જરે ખાતરી આપી હતી કે, ગુનેગારને સખતમાં સખત સજા થાય તે માટે વહેલામાં વહેલી તકે ચાર્જશીટ તેમજ ન્યાયીક પ્રક્રિયા પૂર્ણ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આજરોજ આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવશે.