Rajkot News: જસદણ નગરપાલિકાએ રૂ. 35 લાખનું બિલ ના ભરતા PGVCLએ સ્ટ્રીટલાઈટનું કનેક્શન કાપ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Jan 2023 08:22 PM (IST)Updated: Fri, 06 Jan 2023 08:27 PM (IST)
rajkot-news-pgvcl-cut-street-light-connection-in-jasdan

રાજકોટ.
Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ નગરપાલિકા દ્વારા PGVCLનું 35 લાખ રૂપિયાનું બિલ ના ભરવામાં આવતા કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં અંધારપટ્ટ છવાઈ ગયો છે.

આ મામલે ગઇ કાલે PGVCL વિભાગીય કચેરી દ્વારા જસદણ નગરપાલિકા તંત્રને નોટિસ ફટકારી હતી અને 24 કલાકનો સમય થવા છતાં બિલ ના ભરાતા સ્ટ્રીટ લાઈટોનું વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું છે.

જસદણ નગરપાલિકાના તંત્રએ વીજ બિલ નાં ભરતા PGVCL વિભાગે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત જસદણ વિસ્તારમાં આવેલ લાતી પ્લોટ, ચિતલિયા રોડ, આટકોટ રોડ,પચમુખી હનુમાન ચોક સહિતનાં સ્ટ્રીટ લાઇટોના કનેક્શન કાપી નાંખવામાં આવ્યાં છે.

naidunia_image

આ બાબતે PGVCLના નાયબ ઇજનેર આર. એસ ચૌધરીએ જણાવ્યું કે, PGVCLને સ્ટ્રીટ લાઇટ બિલના 35 લાખ રૂપિયા લેવાના નીકળે પરંતુ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી બિલ ભરાવામાં નથી આવ્યા જેના કારણે કનેક્શન કાપી નાંખવામાં આવ્યાં છે.

આ સિવાય 5 કરોડ રૂપિયા જસદણ નગર પાલિકાના વોર્ટર વર્ક્સના બાકી હતા. જે પૈકી 1 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે અન્ય 4.20 કરોડ રૂપિયા લેવાના બાકી છે. આગામી દિવસોમાં બાકી રહેલી રકમ નગરપાલિકા દ્વારા નહીં ભરવામાં આવે, ત્યાં સુધી વીજ પૂરવઠો બંધ રાખવામાં આવશે.