Rajkot: બેડી ચોકડી નજીક હિટ એન્ડ રન, દાદીને મળી પરત ફરતા રિક્ષા ચાલકનું કમકમાટીભર્યું મોત

રાજકોટથી ફ્લાઈટમાં મુંબઈ પહોંચેલા મધ્ય પ્રદેશના સરકારી અધિકારીના સામાનમાં એરપોર્ટના ટેક્નિકલ સ્ટાફના કર્મચારીએ હાથ સાફ કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 04 Nov 2025 07:05 PM (IST)Updated: Tue, 04 Nov 2025 07:05 PM (IST)
rajkot-news-hit-and-run-near-bedi-chokdi-auto-driver-killed
File Photo
HIGHLIGHTS
  • ત્રણ બહેનોના એકના એક ભાઈના મૃત્યુથી પરિવારમાં આક્રંદ
  • અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા રિક્ષાનો બુકડો બોલી ગયો

Rajkot: શહેરના મોરબી રોડ બેડી ચોકડીથી માધાતરના રસ્તા પર મોડી રાતે રિક્ષાને અકસ્માત નડતાં મોરબી રોડના હડાળા ગામે રહેતાં 18 વર્ષના યુવાનનું કરૂણ મોત થયું છે. તે બજરંગવાડીમાં રહેતાં દાદીના ઘરેથી પરત પોતાના ઘરે રિક્ષા હંકારીને જતો હતો, ત્યારે રસ્તામાં કોઇ વાહનની ઠોકરે ચડતાં અથવા રિક્ષા કોઇ કારણોસર ગોથું મારી જતાં આ બનાવ બન્યો હતો. આ યુવાન ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો

આ અંગે જાણવા મળ્યા મુજબ, મોરબી રોડ પર આવેલા હડાળા ગામે રહેતો પ્રેમ આમદભાઇ મોવર (ઉ.વ.18) નામનો યુવાન સાંજે પોતાની રિક્ષા લઇને રાજકોટ બજરંગવાડીમાં રહેતાં દાદીના ઘરે આવ્યો હતો. રાતે સાડા બારેક વાગ્યે ત્યાંથી પોતાના ઘરે હડાળા જવા માટે નીકળ્યો હતો.

અડધા કલાક બાદ દાદીના ઘરેથી તેને ફોન કરી તે પહોંચ્યો કે નહિ તે જાણવા પ્રયાસ કરતાં ફોન રિસીવ ન થતાં પરિવારજનો શોધખોળ કરવા નીકળતાં તેની રિક્ષા માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચેના રસ્તા પર બેડી ચોકડી નજીક પલ્ટી ખાઇ બૂકડો બોલી ગયેલી જોવા મળી હતી. જ્યારે રિક્ષા રોંગ સાઇડમાં જોવા મળી હતી અને ત્યાં લોકો ઉભા હોઇ રિક્ષા ચાલકને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયાનું કહેતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં.

અહિ અજાણ્યા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ કરાયો હોઇ તે પ્રેમ મોવર હોવાનું ખુલ્યું હતું. સારવાર દરમિયાન પ્રેમનું મોત થતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર પ્રેમ ત્રણ બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તેના પિતા હયાત નથી. માતાનું નામ હસીનાબેન છે. છૂટક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આધારસ્તંભ દિકરાના મોતથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.