રાજકોટ.
રંગીલુ રાજકોટ રક્તરંજીત બન્યું હોય, તેમ છાશવારે હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. એવામાં શહેરના મોટામવા વિસ્તારમાં 21મીં સદીના પુત્રએ માનસિક બીમાર પિતાને હથોડાના ઘા ઝીંકીને પતાવી દીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મોટામવામાં પંચાયત નજીક આવેલા જૂનાવાસમાં રહેતા નાથાભાઈ ડાહ્યાભાઈ પરમાર પોતાના ઘરે હતા. આ સમયે ધર્મેશ નામના તેમના પુત્રએ હથોડાના ઘા ઝીંકીને નાથાભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બાબતની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં તપાસી નાથાભાઈને મૃત જાહેર કર્યાં હતા. બીજી તરફ ઘટના સ્થળે દોડી આવેલા પોલીસ કાફલાએ આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક નાથાભાઈ પરમાર છેલ્લા ઘણાં સમયથી માનસિક બીમાર રહેતા હતા. હાલ તો પિતાને મોતને ઘાટ ઉતારનાર પુત્ર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.