Rajkot: રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા પર પાર્ટી હાઈકમાન્ડે વધુ એકવાર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેમાં વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈને અલ્પેશ ઢોલરીયાને સૌથી મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપ હાઈકમાન્ડનો આ નિર્ણય માત્ર અલ્પેશ ઢોલરીયાની સક્ષમતા જ નથી દર્શાવતો, પરંતુ વિસાવદરમાં ભાજપના ભવ્ય વિજયનો સંકેત આપે છે.
વિસાવદરના 30 ગામોની જવાબદારી સંભાળીને અલ્પેશ ઢોલરીયા ભાજપના વિજય રથને આગળ ધપાવવા સંપૂર્ણ સજ્જ છે. તેમનો અનુભવ અને કાર્યશૈલી દર્શાવે છે કે, પ્રયત્નો ક્યારેય નિષ્ફળ નથી જતા અને સાચા સંકલ્પ હંમેશા સિદ્ધિ લાવે છે. રાજકોટ જિલ્લા ભાજપની સમગ્ર ટીમ અલ્પેશ ઢોલરીયાના નેતૃત્વ હેઠળ ભાજપનો ભગવો લહેરાવા કટીબદ્ધ છે.
