OPEN IN APP

Rajkot News: જંત્રીના દર વધારવા મુદ્દે બિલ્ડર એસોસિએશનનો વિરોધ, 1 મહિનાનો સમય આપવાની માંગ કરાઈ

By: Sanket Parekh   |   Sun 05 Feb 2023 05:21 PM (IST)
rajkot-news-builder-association-oppose-jantri-rate-increase-87786

Rajkot News: રાજ્ય સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં 100 ટકાનો વધારો કર્યો છે. જંત્રીના બમણા ભાવનો સોમવારથી જ અમલ કરાશે. આ અંગેનું નોટિફિકેશન ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે બહાર પાડ્યું છે. આ પહેલા વર્ષ 2011માં જંત્રીના ભાવમાં વધારો થયો હતો. જે બાદ ફરીથી જંત્રીના ભાવમાં રાજ્ય સરકારે બેગણો ભાવ વધારો કર્યો છે. ત્યારે રાજકોટના બિલ્ડર એસોસિએશન દ્વારા રાજ્ય સરકારનાં આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ ક્રેડાઈ ગુજરાતની મીટિંગ બોલાવવામાં આવી છે.

રાજકોટના બિલ્ડર એસોસિએશને જંત્રી અમલમાં મૂકતા પહેલા એક મહિનાનો સમય આપવા માગ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, પદ્ધતિસર જંત્રી વધે તે જરૂરી છે. જોકે રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ, રાજ્યમાં થઈ રહેલા ઝડપી વિકાસના કારણે જમીનોના ભાવમાં વધારો થયો છે. જમીનોના બજારભાવ યોગ્ય રીતે નક્કી થઈ શકે તે માટે જંત્રીના દર બમણા કરાયા છે.

જો કે આ નિર્ણયથી રાજ્યમાં નવા ઘર ખરીદવા માગતા લોકોનો દસ્તાવેજ અને પ્રોપર્ટી ટેક્સનો ખર્ચ પણ વધી જશે. તેમજ ગુજરાત સરકારની આવકમાં  વધારો થશે.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.