ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં ભાજપ મજબૂત બન્યું, કોંગ્રેસના પૂર્વ મંત્રી-મહામંત્રી સહિત 24 જેટલા નેતાઓના 'કેસરિયા'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 22 Apr 2024 09:38 PM (IST)Updated: Mon, 22 Apr 2024 09:39 PM (IST)
rajkot-news-42-congress-leader-join-bjp-ahed-of-loksabha-election

Rajkot: રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલા રાજા-રજવાડાઓ અંગે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરી રહ્યાં છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા રુપાલાની ટિકિટ રદ્દ ના કરવામાં આવતા ક્ષત્રિય સમાજ હવે આકરાપાણી છે અને ભાજપના બહિષ્કારની રણનીતિ બનાવી છે. એવામાં રાજકોટ શહેર કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.

હકીકતમાં રાજકોટ સ્થિત ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના અધ્યક્ષ સ્થાને રાજકોટ લોકસભા બેઠકના સંયોજક સુરેશ ગોધાણી થતાં શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કિશોર રાઠોડની ઉપસ્થિતિમાં સંગઠનની બેઠક મળી હતી. જેમાં હળવદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મનસુખ પટેલ, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી યોગેશભાઈ ગોઠી વોર્ડ નંબર-8 તેમજ અન્ય વિસ્તારના 24 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને સુરેશ ગોધાણીએ સૌને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.

આ તકે મુકેશભાઈ દોશીએ જણાવ્યું કે, રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી ભારતીય જનતા પાર્ટી વિકાસનો પર્યાય બનેલ છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ઢગલાબંધ વિકાસના કાર્યો કરેલ છે. જેના પરિણામે દેશનો મોટો જનસમુદાય ભાજપની વિચારધારા સાથે જોડાયેલ છે. નરેન્દ્ર મોદી દિવસના 18થી 20 કલાક કામ કરે છે અને દેશને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રનો દરજજો આપવા માટે તેઓ સંકલ્પબધ્ધ છે.

કચ્છમાં જીગ્નેશ મેવાણીની નિકટના નેતા ભાજપમાં જોડાયા
કચ્છમાં પણ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ નરેશ મહેશ્વરી આજે 500 સમર્થકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. નરેશ મહેશ્વરીને કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના ખાસ માનવામાં આવે છે.