Rajkot News: રાજકોટ શહેરના ઘંટેશ્વર નજીક જુગાર રમવા બાબતે થયેલી બોલાચાલીમાં સોહિલ મેમણ નામના યુવાનની 3 જેટલા શખ્સોએ છરીના ઘા ઝીંકી કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલીને આ ગુનામાં સંડોવાલા શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેર ઘંટેશ્વર નજીક આજે બપોરના સમયે જુગાર રમવા બાબતે અંદરો અંદર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે, 3 જેટલા શખ્સોએ એકસંપ થઈને 25 વર્ષના સોહિલ મેમણ નામના યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગણતરી મિનિટોમાં જ હત્યામાં સંડોવાયેલ દેવીપૂજક શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.