RMC Election 2026 Voting: આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી 2026માં 18 વોર્ડ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મતદારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે, સાંજે 6 વાગ્યા સુધીમાં વોર્ડ -15માં સૌથી 61.11 % મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-1માં 38.77 % ટકા મતદાન થયું છે.
રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ વાઇઝ મતદાન 2026 | Rajkot Municipal Corporation Elections 2026 ward vise Voting
| વોડૅ નું નામ | કુલ મતદાર | કુલ મતદાન | કુલ મતદાન % |
| વોર્ડ -1 | 67185 | 28970 | 43.11 |
| વોર્ડ -2 | 44315 | 19057 | 43 |
| વોર્ડ -3 | 73331 | 34472 | 47 |
| વોર્ડ -4 | 57987 | 32675 | 56.34 |
| વોર્ડ -5 | 40807 | 21467 | 52.6 |
| વોર્ડ -6 | 42226 | 21799 | 51.62 |
| વોર્ડ -7 | 47507 | 19769 | 41.61 |
| વોર્ડ -8 | 54886 | 23654 | 43.09 |
| વોર્ડ -9 | 65163 | 25269 | 38.77 |
| વોર્ડ -10 | 48802 | 20392 | 41.78 |
| વોર્ડ -11 | 90148 | 37347 | 41.42 |
| વોર્ડ -12 | 58001 | 26526 | 45.73 |
| વોર્ડ -13 | 49860 | 21492 | 43.1 |
| વોર્ડ -14 | 49271 | 23452 | 47.59 |
| વોર્ડ -15 | 40789 | 24927 | 61.11 |
| વોર્ડ -16 | 42012 | 20740 | 49.36 |
| વોર્ડ -17 | 50041 | 22489 | 44.94 |
| વોર્ડ -18 | 63621 | 25648 | 40.31 |
લોકશાહીના પર્વમાં રાજકોટના યુવા મતદારોનો થનગનાટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારથી જ રાજકોટના વિવિધ મતદાન મથકો ઉપર મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરતા જોવા મળ્યા હતા. સવારથી જ મતદાન કેન્દ્રો બહાર મતદારોની કતાર લાગી હતી, જેમાં વડીલોની સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
યુવા મતદાર હેપીબેન કાચા પણ પંડિત દીનદયાળજી પ્રાથમિક શાળા ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મતદાન એ દેશના નાગરિક તરીકે આપણી પવિત્ર ફરજ છે. રાજકોટના દરેક યુવા મતદારોએ ઘરની બહાર નીકળી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
