રાજકોટ સેન્ટ્રલ જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! DGP કચેરી પર ઈ-મેઈલ આવતા જ દોડધામ

રાજકોટ સહિત રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને જેલ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 03 Nov 2026 11:56 AM (IST)Updated: Tue, 03 Nov 2026 11:56 AM (IST)
rajkot-jail-bomb-threat-high-alert-sounded-following-threat-email-to-dgp

Rajkot Jail Bomb Threat News: રાજકોટ સહીત સમગ્ર રાજ્યની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર અને જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે. DGP કચેરીના ઈ-મેઈલ આઈડી પર રાજકોટ જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હોવાનું સામે આવ્યું છે.

જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ધમકી મળતાની સાથે જ રાજકોટ જેલ પ્રશાસન સતર્ક થઈ ગયું હતું અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જેલ ખાતે પોલીસ અધિકારીઓ સહિતની ટીમો પહોંચી હતી. જેમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

જેલ પરિસરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ધમકીભર્યો ઈ-મેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.