રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો: 24 કલાકમાં 93 સ્થળોએ દરોડા, 246 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

93 પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ 246 કિલો અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી કુલ 28 પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 16 Jun 2026 04:23 PM (IST)Updated: Tue, 16 Jun 2026 05:35 PM (IST)
rajkot-health-department-raids-93-food-establishments-destroys-246-kg-of-inedible-food

Rajkot News: રાજકોટમાં ખાદ્ય અને પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે આરોગ્ય (ફુડ) વિભાગને આખુ વર્ષ દોડતું રાખવા માટે મેયર ડો.નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ ચેરમેન ડો.હિરેન ખિમાણીયા અને દંડક સંજયસિંહ રાણા સહિતનાં પદાધિકારીઓએ ચાબુ ફટકારતાં જ ખાણી પીણીના ધંધાર્થીઓ ઉપર આરોગ્ય તંત્ર તુટી પડયું છે. 24 કલાકમાં ખાણીપીણીના 93 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં. 246 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે.

ગઈકાલે બપોરથી જ કડક ચેકીંગ ધોંસ શરૂ થઈ ચુકી છે. ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી નજીક વેસ્ટ ગેટ બિલ્ડીંગમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટ બાલાજી થાળમાં લોટ અને મેંદામાં ધનેડા ખદબદતા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત ફ્રીઝમાં સંગ્રહ કરીને રખાયેલી ખાદ્ય સામગ્રી પણ મળી આવી હતી. બાલાજી થાળને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

naidunia_image

મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી શહેરના કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ડી માર્ટ વાળો 50 રિં રોડ, કુવાડવા રોડ, જુનો મોરબી રોડ, રામકૃષ્ણ આશ્રમ રોડ, મહિલા કોલેજ રોડ, નાના માવા મેઇન રોડ, કિસાનપરા ચોક, મોરબી રોડ જકાતનાકા પાસે હોકર્સ ઝોન, કુંડલિયા કોલેજ સામે હોકર્સ ઝોન, એજી ચોક હોકર્સ ઝોન સ્થળેથી કુલ મળી 93 પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ 246 કિલો અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી કુલ 28 પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ રૂ. 31,300નો દંડ વસૂલવામાં આવ્યો છે.

naidunia_image

ચેકીંગ દરમિયાન 150 ફુટ રિંગ રોડ, રૈયા ચોકડી પાસે, વેસ્ટ ગેટ, નાગરિક બેન્ક સામે ફર્સ્ટ ફ્લોર પર આવેલ બાલાજી થાળ (બાલાજી એન્ટર પ્રાઇઝ) પેઢીની તપાસ કરતાં લીલી ચટણી, પુરણ પોળીનો માવો ફ્રિજમાં સંગ્રહ કરેલ જોવા મળેલ તેમજ બાંધેલો લોટ/મેંદામાં ધનેડા જોવા મળેલ. સ્થળ પરથી મીઠો મસાલો, ચટણી, મરચું પાવડર મળીને અંદાજિત 150 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ.10,000નો દંડ વસુલ કરાયો હતો.