Rajkot APMC Market Yard Update: રાજકોટ માર્કેટયાર્ડમાં આજે ગુરુવાર, તા. 22 ઓક્ટોબર, 2026ના રોજ વિવિધ ખેતપેદાશોની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી. માર્કેટયાર્ડમાં ઘઉં, ચણા, એરંડા, કપાસ, કલોંજી, તુવેર, મગફળી, વટાણા, મેથી, જીરું, ધાણા, લસણ, સફેદ તલ, કાળા તલ સહિતની વિવિધ જણસીઓ લઈને અંદાજે 900થી વધુ વાહનો આવ્યાં હતાં.
ખેતપેદાશોની અંદાજિત આવક
આજના દિવસ દરમિયાન વિવિધ ખેતપેદાશોની અંદાજિત આવકની વિગતો મુજબ મગફળીની 31,000 મણ, સફેદ તલની 3,000 મણ, કાળા તલની 5,200 મણ, સિંગફાડા/દાણાની 9,000 મણ, ઘઉંની 5,300 મણ, ચણાની 6,600 મણ, જીરાની 4,800 મણ, કલોંજીની 2,200 મણ, વટાણાની 3,200 મણ, લસણની 2,700 મણ અને કપાસની 7,700 મણ આવક નોંધાઈ હતી.
સોયાબીની સૌથી વધુ આવક
આ ઉપરાંત સોયાબીનની સૌથી વધુ અંદાજે 1,10,000 મણ આવક થવા પામી હતી. વિવિધ જણસીઓની આવકને પગલે માર્કેટયાર્ડમાં વાહનોની અવરજવર જોવા મળી હતી.
