Jetpur Municipality Election Results 2025: જેતપુર નગરપાલિકાની ચૂંટણી માટે થયેલા મતદાન નું આજે પરિણામ આવી ગયું છે. જેમાં અપક્ષ ઉમેદવાર મનોજભાઈ પારઘીની જીત થઈ છે. આ જીત બાદ તેમણે મીડિયા સમક્ષ વાતચીત કરી હતી.
અપક્ષ વિજેતા ઉમેદવાર મનોજભાઈ પારઘીએ જણાવ્યું કે, આ જીત જેતપુરના મતદારોની જીત છે. આ સાથે જીત વોર્ડ નંબર 7ના દરેક ભાઈઓ બહેનોની છે. આપણે ટેક્સ માટેની લડાઈ કરી હતી. જે લોકોને ખબર ન હોય તો એમને જણાવવું કે, 2021 ની પહોંચે જોઈ લેજો જેમાં ₹2,200 નું જે બિલ છે ભૂગર્ભનું એના તમે 1100 જ કર્યા હશે એના માટે રાત દિવસ અમે મહેનત કરી હતી. એટલે કહેવાનું એ જ છે કે જેને તમે અને મેં મત દઈને સત્તા ઉપર બેસાડ્યા હતા એમણે આપણી ચિંતા કેમ ન કરી. આપેલા સત્તાધારી પાર્ટીઓએ સૈનિકોના વિધવા પાસેથી પણ ટેક્સ વસૂલ્યો છે એ ખરેખર વસૂલવો ન જોઈએ.
આ પણ વાંચો
તેમણે વધુમાં કહ્યું કે, અમારી આ વોર્ડ નંબર 7ની સીટ વાત કરું તો આ ફક્ત અમારા માટે નગરપાલિકા નહોતી ધારાસભ્ય પોતે ઉતરી ગયા હતા લડાઈમાં. અને એક જ વોર્ડની અંદર ત્રણ ત્રણ સભાઓ કરે ત્રણ ત્રણ મીટિંગો મોટામાં મોટી લે અને દરેક લોકોને એમ કે મારી ઈજ્જતનો સવાલ છે આ પરિસ્થિતિ છે એટલે આ અમારી જીત નથી કરતા લોકો જાગી ગયા છે.
લોકો અમારા મારફત ધારાસભ્યને પ્રશ્ન પૂછે છે કે અમે ધારાસભ્ય ધારાસભા સુધી તમને પહોંચાડી દીધી કેબિનેટે મંત્રી બનાવીશું પણ આ ટેક્સની હાલત તો જુઓ એક એક ટેક્સ જુઓ કોઈ ટેક્સ આજ સુધી ઘટ્યો નથી દરેકમાં ટેક્સ વધતો જાય છે. એ લોકો જ ત્યાં કહેતા હોય છે કે કાઈ વાંધો નહીં ટેક્સ વધારો કાઈ વાંધો નહીં કારણ કે આંગળી ઊંચી કરે સહી કરે અને સહમતિ આપે એનો મતલબ શું થયો. ત્યારે લોકો જ્યારે આ સભ્યોને ચૂંટીને મોકલતા હોય છે ત્યારે એની એવી ઈચ્છા હોય છે કે અમે જે ટેક્સના પૈસા આપીએ છીએ એ અમારા ઘર સુધી સુવિધાના સ્વરૂપમાં આવે પણ આવું નથી થતું હોતું મોટાભાગે મોટા કામો છે એ કોન્ટ્રાક્ટની પદ્ધતિથી આપી દેવામાં આવ્યા છે કરાર આધારિત નોકરીઓ થઈ ગઈ છે લોકો હેરાન છે ત્યારે હવે લોકો તૈયાર છે.
