આગામી રવિવારના રોજ અમદાવાદ ખાતે IPL ફાઇનલ મેચ રમવા જાઈ રહી છે. જેને સ્ટેડિયમ ખાતે પણ મોટી સંખ્યામાં ટિકીટ લેવા માટે મેચ રચીકો પહોંચી ગયા છે. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે તેઓના સંબોધનમાં જણાવ્યું હતું કે IPL ફાઇનલ મેચની ટિકીટો માટે મને કેટલાય ફોન આવી રહ્યા છે. મે ટિકીટ પણ મંગાવી જ છે પરંતુ હજી સુધી મને કોઈ જવાબ આવ્યો નથી. મને કેટલા એ ભાજપના નેતાઓના પણ ફાઇનલ મેચ માટે ટિકીટો માટેના ફોન આવી રહ્યા છે.
અમદાવાદમાં iplની ફાઇનલ મેચની ટિકીટ માટે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે મને બેથી ત્રણ દિવસથી અલગ અલગ લોકોના ટિકીટો માટે ફોન આવી રહ્યા છે. અને મે મોદી સ્ટેડિયમનો સંપર્ક પણ કર્યો છે પરંતુ હજી સુધી મને કોઈ રીપ્લાય નથી આવ્યો.
ફાઇનલ મેચને ટિકીટો ખરીદવા માટે સ્ટેડિયમ ખાતે પણ મોટી સંખ્યામાં દર્શકોને લાંબી કતારો લાગી હતી. મોટા ભાગની ટિકીટો બુક થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.