લોકલ ડેસ્કઃ જેતપુરનીએ કમરમાટીભરી ઘટના સામે આવી છે. અહીં સામા કાંઠા વિસ્તારમાં અઢી વર્ષની બાળકીને ભાગ (નાસ્તો) લઈ દેવાની લાલચ અપી એક કારખાનામાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરતાં બાળકીએ બુમાબુમ કરતા નરાધમે મોઢે ડુચો દઈ પથ્થર મારી બાળકીની હત્યા કરી હોવાની કબુલાત કરી છે. મહત્ત્વનું છે કે, આવતીકાલે રિમાન્ડ માટે કોર્ટમા ૨જુ કરાશે.
જેતપુ૨ના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય યુવાનની અઢી વર્ષની બાળકી ગુરુવારનાં સાંજે 5 વાગ્યાની આસપાસ ગુમ થઈ જતાં માતા-પિતા સહિતના પરિવારજનોએ બાળકીની ભાળ માટે ખૂબ તપાસ કરી હતી. પણ બાળકી ન મળતા વાલીઓએ જેતપુર શહેર પોલીસમાં બાળકી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ લખાવી હતી. એ દરમિયાન વસુંધરા નામના કારખાના પાસેથી એક પ્લાસ્ટીકના કોથળામાંથી માસુમ રિયાની લાશ મળી આવતા બાળકી સાથે કંઇક અજૂગતુ બન્યાની શંકાએ પોલીસે મૃતદેહને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ મોકલ્યો અને બાળકીની દુષ્કર્મના ઇરાદે હત્યા થયાનું ખુલ્યું હતું.
બનાવ અંગે પોલીસે બિહારના નાલંદા જિલ્લાના રઘુનાથપુરાના રહીશ રાજેશ ચૌહાણે હત્યાની કબૂલાત કરી હતી. રાજેશે કોઈ પણ અફ્સોસ વગર જણાવ્યું હતું કે, તે દુષ્કર્મ માટે લઈ ગયો હતો. બાળકીએ બૂમાબૂમ કરતાં પકડાઈ જવાના ડરે તેણે બાળકીને મોઢે ડૂચો દઈ માથામાં પથ્થર ફ્ટકારી લાશ કોથળામાં નાખી ફેંકી દીધી હતી.
આરોપીને ફાંસીની જ સજા થવી જોઈએ: પરિવાર
બાળકીના પિતા અને પરિવારજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, બાળકીને ચોકલેટ-બિસ્કિટની લાલચ આપી દારૂના નશામાં ધૂત આરોપી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. આરોપી પણ બિહારનો જ વતની હતો. જોકે, અમારે તેમની સાથે કોઈ સંબંધ નથી, કોઈ દુશ્મની નથી. કારણ વગર બાળકીની હત્યા નીપજાવી છે. આ આરોપીને ફાંસીની જ સજા થવી જોઈએ.