Rajkot Mayor Nehal Shukla: રાજકોટના યુવા મેયર નેહલ શુક્લ પાસે કેટલી સંપત્તિ છે? તેમની રાજકીય સફર પર એકનજર

છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કપાઈ અને નેહલ શુકલાએ મેન્ડેટ મેળવી બાજી મારી લીધી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 28 May 2026 05:31 PM (IST)Updated: Thu, 28 May 2026 05:31 PM (IST)
how-much-wealth-does-rajkot-mayor-nehal-shukla-have-a-look-at-his-political-journey
HIGHLIGHTS
  • ABVPથી રાજકીય સફર શરૂ કરનાર નેહલ શુક્લ રાજકોટના 23માં મેયર બન્યા

Rajkot Mayor Nehal Shukla: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામના એક મહિના બાદ આજે શહેરને નવા મેયર મળ્યા છે. જેમાં નેહલ શુક્લની રાજકોટ મહાનગર પાલિકામાં મેયર પદે વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે દક્ષાબેન વાસાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાની નિમણૂંક કરવામાં આવી છે.

રાજકોટના 23માં મેયર તરીકે નેહલ શુકલ (પૂર્વ સાંસદ સ્વ. ચીમનભાઈ શુકલાના પુત્ર)ની પસંદગી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી મેયર પદ માટે અનેક નામોની અટકળો થઈ રહી હતી.

જો કે છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કપાઈ અને નેહલ શુકલએ મેન્ડેટ મેળવી બાજી મારી લીધી હતી. આખરે સસ્પેન્સનો અંત આવતા હવે નવા મેયર નેહલ શુક્લાની રાજકીય સફર વિશે જાણીએ..

naidunia_image

નેહલ શુક્લાએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)થી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1995માં તેઓ રાજકોટના સહમંત્રી બન્યા હતા. જે બાદ 2005માં નેહલ શુક્લા ભાજપના સક્રિય કાર્યકર બન્યા હતા. જે બાદ તેઓ 2012થી પાર્ટીના વિવિધ હોદ્દાઓ પર જવાબદારી નિભાવી ચૂક્યા છે. નેહલ શુક્લ ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી પણ રહી ચૂયા છે.

કેટલું ભણેલા છે નેહલ શુક્લ?

  • M.Com, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
  • LLB સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
  • PhD સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

નેહલ શુક્લ પાસે કેટલી સંપત્તિ છે?

  • રોકડઃ 9,03,958
  • બેંકમાં થાપણઃ 1.12 કરોડ
  • શેરબજારમાં રોકાણઃ 46.09 લાખ.
  • LIC પૉલિસીઃ 24.80 લાખ
  • મર્સીડિઝ બેન્ઝ કાર- 13.73 લાખ. આ સિવાય ટાટા સફારી કાર, ટાટા નેક્સન કાર
  • દાગીનાઃ 1.04 કરોડ