Saurashtra Heavy Rains:સૌરાષ્ટ્રભરમાં ચોમાસાની વિદાય ટાણે મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ કરી રહ્યા છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાંસાબડ ગામે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં ભારે વરસાદ અને ગાજવીજ વચ્ચે વીજળી પડવાની ગોઝારી ઘટના બની છે. આ દુર્ઘટનામાં કાંસાબડ ગામના એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બપોરે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ
બીજી બાજુ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે બપોરે 2 થી 4 દરમિયાન સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ખાસ કરીને ભાવનગરજિલ્લાના વલભીપુર ૩.૫૪ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના જમકંડોરણા ૩.૪૬ ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઉમરાળા ૧.૭૩ ઇંચ પાણી વરસી ગયું છે. જકોટ શહેર ૧.૭૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદર કુતિયાણા૧.૫૭ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગોંડલ ૧.૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ એક ઇંચ લઇ અડધો ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે.
કાંસાબડ ગામે વીજળી પડતાં એક વ્યક્તિનું મોત
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાંસાબડ ગામે કુદરતી આફતનો એક કરૂણ બનાવ સામે આવ્યો છે. અહીં વીજળી પડવાની ઘટનામાં એક વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ નીપજ્યું છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
